Charchapatra

મેડિકલમાં શું ધનવાનો જ ભણશે?

કેન્દ્ર સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય તેમના અનેક પગલામા વેપારી વલણ દેખાય છે. નાગરિકોને તેઓ પોતાના ગ્રાહક તરીકે જુએ છે. તેમના માટે વેપારી, ઉદ્યોગપતિ અને વિદ્યાર્થીઓ જાણે સરખા જ છે. બધા પાસેથી તેમણે વધારેને વધારે પૈસા પડાવવા છે. હમણાં ગુજરાતની મેડિકલ કોલેજોદના એમબીબીએસમા લાખો રૂપિયાનો વધારો કરેલો. બહુ દબાણ આવ્યું તો હવે ઘટાડો તો કરાયો છે પણ જે વધારો કરેલો તેમા ઘટાડો છે. મતબલ કે વધારો તો જાળવી જ રાખ્યો છે. તેઓ જે રીતે માંગે છે તે તો માત્ર ધનવાન વાલીઓ જ ભરી શકે.

શું ડોક્ટરના વ્યવસાયને ગુજરાત સરકાર ધનવાનો પૂરતો મર્યાદિત કરી દેવા માંગે છે. સરકારે તો પોતાની યોજનામાં સમાનતાનો આગ્રહ રાખવાનો હોય. મેનેજમેન્ટ ક્ટોવામા 12 લાખ ફી ગર્વમેન્ટ ક્વોટામા રૂ. 3.75 લાખ ફી આપનારા કોણ હશે. સરકારે જે ફી રાખી છે તેનાથી ખાનગી મેડિકલ કોલેજને વધારે ફી રાખવાથી સગવડ મળશે. સરકાર રાજ્યની 13 કોલેજમા કુલ 2100 બેઠકો ધરાવે છે. એટલે ખાનગી મેડિકલ કોલેજને હવે વધારે ફી લેવાની છૂટ મળતા સરકાર પર ખુશ થશે. આમ પણ શિક્ષણ હવે મોટા નફાકારક ઉદ્યોગમાં ફેરવાયુ છે અને સરકાર જ તેને ઉદ્યોગમાં ફેરવતી હોય તો કોણ તેમા ન પડે. શિક્ષણ નફાકારક બજારમા ફેરવાતા શિક્ષણના સ્તર અને મૂલ્યમાં કોઇ ધોરણ નથી રહ્યા. આ તે કેવી સરકાર.
સુરત     – નીતા ત્રિવેદી      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

માઈક્રોસોફટના આઉટેજે કરાવેલો વૈશ્વિકીકરણનો અનુભવ ભયાનક છે
વિત્યા વર્ષોમાં ગ્લોબલાઈઝેશન શબ્દ પ્રચલિત થયો ત્યારે તેની ખરી વ્યાખ્યા ખબર ન હતી. હમણાં માઈક્રોસોફટનું સર્વર ડાઉન થતાં ગ્લોબલ આઉટેજ સર્જાયું. વિશ્વભરના કમ્પ્યુટર્સ અને લેપટોપ બંધ પડી ગયા અને એક આંકડા મુજબ 19.25 ખર્વ રૂપિયાનું નુકશાન થયું આ આંકડો ભયાનક છે. જ્યારે કોરોના ફેલાયો ત્યારે એક રોગનામ વૈશ્વિકીકરણનો ખ્યાલ આવેલો અને હવે આ આઉટેજથી થાય છે કે આપણે આખી વ્યવસ્થા કોઈ એકને સૌંપી દીધી છે.

માણસ જ્યારે મોટા તંત્રવાળા સાધનો ન હોતો વાપરતો ત્યારે વધારે સ્વતંત્ર હતો અને વધારે સર્જનાત્મક પણ ગતો. ગામમાં વીજળી આવી અને તે જાય તો આખું ગામ અંધકારમાં ડૂબે હવે પાણી, ગેસની વ્યવસ્થા પણ એવી છે. પણ ડિજીટલના યુગમાં પ્રવેશ્યા પછી થાય છે કે હવેના જમાનાનાં સર્વસત્તાઘીશો તો જૂદા જ છે. અમેરિકા અને રશિયા એકવાર પોતાની સત્તાથી જગતને નિયંતણમાં રાખતા હતા. આજે માઈક્રોસોફટ કંપની જાણે સર્વસત્તાનો અનુભવ કરાવી કરી છે. લોકો સાધનોના ભરોસા ઓછા કરે. સામુહિક વ્યવસ્થાની ભયાનક સમજે, માત્ર લાભ નહીં વિચારે.
સુરત     – જય પંડ્યા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top