દિવાળીપુરા કોર્ટમાં આરોપીને પોલીસ લાવી ત્યારે કોર્ટ સંકુલમાં વિડિયો બનાવી રીલ વાયરલ કરી
શહેરના દિવાળીપુરા ખાતે આવેલી કોર્ટમાં એક આરોપીને પોલીસે બે દિવસ પહેલા જૂની અદાવતના ગુનામાં એક જ કોમના લોકો વચ્ચે થયેલી મારામારીના આરોપીને પેશ કર્યો ત્યારે તેનો એક વિડીયો ની રીલ બનાવી વાયરલ કરવામાં આવી હતી જેમાં “મૈં કબુલ કરતા હૂં આજ સે મૈં ગુંડા હું” ની રીલ વાયરલ થઇ છે જેમાં આરોપી પોલીસ જાપ્તા હેઠળ આવ્યો હોવા છતાં કોર્ટમાં જાણે પોલીસ કે કાયદાનો ભય જ ન હોય તે રીતે રીલ વાયરલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલા શહેરના ફતેગંજ વિસ્તારમાં અગાઉની જૂની અદાવતે એક જ કોમના બે ગૃપો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી લોખંડની પાઇપ વડે હૂમલો કરી આરોપીઓ ફરાર થયા હતા જેમાં હૂમલાખોરોએ મોઢાં પર રૂમાલ બાધી હૂમલો કર્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જો કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ઇજાગ્રસ્ત ને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો તે કેસમાં આરોપી આરિફ શેખને
વડોદરા દિવાળીપુરા કોર્ટમાં પેશ કરતી વખતે કોર્ટ સંકુલમા બનાવેલ વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આરીફ શેખ નામના આ યુવકે તેના સોશ્યિલ મીડિયા પેજ પર “મેં કબુલ કરતા હું આજ સે મેં ગુંડા હું” ગીત સાથે કોર્ટ સંકુલમા બનવેલ આ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ સામે વડોદરા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ વડોદરા શહેરમાં કેટલાક માથાભારે તત્વો જેમાં કારેલીબાગ વિસ્તારમાંના હુસૈન સૂન્ની નામના ઇસમનો પોતાને ડોન તરીકે બતાવી લોકોમાં દહેશત ઉભો કરવાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તે જ રીતે નાગરવાડામા પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમારની હત્યાનો આરોપી બાબર પઠાણના વિડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા આમ શહેરમાં અવારનવાર વિધર્મી માથાભારે તત્વોના વિડિયો ફોટા સોશિયલ મીડિયામાં રીલ સાથે વાયરલ કરવામાં આવી રહ્યાં છે જેનો ઉદ્દેશ શહેરીજનોમાં લોકોમાં દહેશત, ભયનું વાતાવરણ ઉભું કરવાનું હોઇ શકે છે.વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે જો કે આ વિડીયો ક્યારનો છે તેની પુષ્ટિ ‘ગુજરાતમિત્ર’કરતુ નથી પરંતુ અગાઉ પણ શહેરમાં માથાભારે તત્વોના ડોન બનવાના અભરખા સાથેના વિડિયો ફોટો રીલ વાયરલ થયા હતા. શહેરમાં પોલીસે ગુનેગારોમાં દાખલો બેસે તેવી ધાક બેસાડવી જરૂરી બની છે. વડોદરા શહેરમાં અગાઉના પોલીસ અધિકારીઓ પી.કે.દતા, જયપાલસિંહ, કાનાની જેવા બાહોશ અધિકારીઓના સમયમાં ગુનેગારોમાં દહેશત રહેતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં જે રીતે લૂંટ, ચોરી, હત્યા, બળાત્કાર, મારામારી, દારુના ગેરકાયદેસર ધંધાઓમાં વધારો જોવા મળ્યો છે તે જોતાં શહેરના નાગરિકોની સુરક્ષા સંદર્ભે સવાલો ઉભા થયા છે તેવામાં કોર્ટમાં કે જ્યાં કેમેરો કે મોબાઇલ થી વિડિયોગ્રાફી પર પ્રતિબંધ છે ત્યાં કેવી રીતે આ રીલ તૈયાર કરવામાં આવી તે અંગે પણ સવાલો ઉભા થયા છે.