Business

મૃત પતિ ના અંતિમ દર્શન માટે સાસરીયાઓએ પત્ની તેમજ બાળકીઓને જવા ન દેતા અભયમ મદદે પહોચ્યું.

નશાની લત અને દેવું વધી જતા પતિએ આપઘાત કર્યો હતો.

વડોદરા, તા. ૧૫

નશાની લત્ત અને દેવું વધી જતા અંતિમ પગલા રૂપે પતિએ આપઘાત કરી લેતા પત્ની બેબાકળી બનીને પતિના મૃત શરીરને જોવા માટે બાળકીઓ સાથે સાસરીમાં પહોચી હતી જ્યાં સાસરીયાઓ દ્વારા પતિને મળવા ન દેતા આખરે પત્નીએ અભયમને બનાવ અંગે જાણ કરી હતી જેથી ટીમે ઘટના સ્થળે પહોચીને બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું અને પત્ની તેમજ બાળકીઓને અંતિમ દર્શન કરાવ્યા હતા.

પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં રહેતી મહિલાનો અભયમ હેલ્પલાઈન પર ફોન આવ્યો હતો જેથી બાપોદ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જઈને મહિલાનો સંપર્ક સાધતા જાણવા મળ્યું હતું કે, પતિ વ્યસન ના રવાડે ચડી જતાં પરિવાર મા અવારનવાર ઝગડાઓ ચાલતા હતા. જેથી કંટાળી ને પત્ની પોતાની બે દીકરીઓ સાથે પિયર માં છેલ્લા ત્રણ મહિનાથી રહેતી હતી.બે દીવસ પહેલા પતિ સાસરીમાં આવીને પત્ની ને જણાવ્યું હતું કે , મારે દેવું થઇ ગયું છે. જેથી ટેન્શન માં છુ હવે ખાતરી આપુ છું કે વ્યસન નહિ કરું. પત્ની એ પણ દેવું ભરપાઈ થાય તે માટે પોતાના થી થાય તેટલી બનતી આર્થિક મદદ કરશે તેમ જણાવ્યું હતું. પરંતુ માનસિક તાણ અનુભવતા પતિની ધીરજ ખૂટતા આખરે પતિએ પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે , “તુ ઘરે આવી જા હું જીવન થી કંટાળી ગયો છું અને આપઘાત કરવા જઇ રહ્યો છું.” જેથી  તરત જ પત્ની એ તેમનાં નણંદ ને કોલ કરીને આ બનાવ અંગે જાણ કરીને તેઓ તાત્કાલિક સાસરીમાં દીકરીઓ સાથે પહોંચે તે પહેલાં પતિ એ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેથી તમામ પરિવારજનો પણ હેબતાઈ ગયા હતા જોકે પરણીતા પોતાના પિયર જતી રહી હોવાથી આક્રોશમાં આવીને સાસરીયાઓએ પતિને મળવા દેવાનો ઇનકાર કર્યો હતો અને માર માર્યો હતો જોકે અભયમ ટીમ આવી જતા મામલો થાળે પડ્યો હતો.

Most Popular

To Top