Charchapatra

મૂલ્યવાન રેતી

જે રેતી સોનુ, ચાંદી, હીરા, મોતી મૂલ્યવાન છે, તે જ રીતે રેતી પણ મૂલ્યવાન છે એટલે જ બેફામ પણ રેતીની ચોરી અને ગેરકાયદે રેતી ખનન ચાલે છે તેનાથી પર્યાવરણ અને જીવજગત માટે સમસ્યા સર્જાય છે. સંયુકત રાષ્ટ્રમાંથી પર્યાવરણ કાર્યક્રમના અંદાજ પ્રમાણે જગતને વર્ષે પચાસ અબજ ટન રેતીની જરૂરત પડે છે તેનો ઉપયોગ મકાન- રસ્તા બાંધકામમાં કાચ બનાવવામાં સિલિકોન ચીપ તૈયાર કરવામાં મેટલ કાસ્ટીંગમાં ટૂથપેસ્ટ અને પેઈન્ટસમાં, માઈક્રોચિપ્સ, સોલાર પેનલમાં મોબાઈલ ફોન સહિતના તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટસમાં સિમેન્ટના સર્જનમાં થાય છે. રેતીની ચોરી માલદાર બિઝનેસ હોવાથી હાઈપ્રોફાઈલ લોકો પણ તેમાં ઝંપલાવે છે. સિંગાપોર, દુબઇ વગેરે દેશોમાં રેતી વડે દરિયો પૂરીને ત્યાં જમીન બનાવાય છે. ચીન રેતી ચોર દેશ તરીકે પણ નામચી છે.

આખા જગતમાં દરિયો નદી, તળાવ, ખાડા પૂરીને બાંધકામ કરવાનું ચાલે ચે તેથી રેતીની દાણચોરી પણ બેફામ બની છે. રેતી આપણી જરૂરત પ્રમાણે ઉત્પાદિત કરી શકાતી નથી. પાણીના તળિયે રહેલા કાંપ, દરિયાઈ ખડકો, કચરો વગેરેનું કુદરતી ક્રમ પ્રમાણે કપચીમાં અને પછી રેતીમાં સર્જન થતું રહે છે. નીચેથી ઉપર અને ઉપરથી નીચે થતાં પાણી વડે રેતી કાંઠા સુધી પહોંચે અને પાણી વડે કાંઠા પર પથરાયેલી રહે છે. જમીન બહારના ખડકો ઘસાવાથી રેતી સર્જાય છે. દુનિયાને જે રીતે ખેતી અત્યંત જરૂરી છે તે જ રીતે રેતી પણ જરૂરી છે દુનિામાં સાડા આઠ લાખ જેટલા ડેમ હોવાનું મનાય છે.

જે નદીના પાણીને પાણી સાતે રેતીને સમુદ્ર સુધી પહોંચતી રોકે છે અને કુદરતી રીતે જેટલી રેતી કાંઠે ખડકાવી જોઇએ. એટલી ખડકાતી નથી. સદીઓ પહેલાં જયાં મહાસાગરો હતા ત્યાંથી ખસી ગયેલા હોવાને પરિણામે રેતીના રણ ત્યં બન્યા છે વિશ્વમાં રેતી વાપરીને ત્રણસોથી વધુ ટાપુએ કૃત્રિમ રીતે બન્યા છે તો સતત રેતી કાઢવાને કારણે ઇન્ડોનેશિયાના ચોવીસ જેટલા ટાપુ અને સદંતર અદૃશ્ય થઈ ગયા છે. જરૂરી રેતી જથ્થો નહીં હોવાથી નદીઓ બેકાબૂ બને છે પૂર રોકાતું નથી. જમીન ધોવાતી જાય છે રેતી ખનનથી ઊડતી ધૂળ પ્રદર્ષણ વધારે છે. રેતીની ખેતી થઇ શકતી નથી. તેથી અમુક દેશોમાં રેતીના વિકલ્ત તરીકે રિસાઈલ્ડ કોન્ક્રીટનો વપરાથ તવા લાગ્યો છે. વિકાસ યોજનાઓમાં રેતી જ અનિવાર્ય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top