તાજેતરમાં ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ભાડામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ વધારો કરાયો છે. સામાન્ય પ્રજાની મુશ્કેલી વધારી શકે છે. પ્રશાસન કે સરકાર પાસે તેના પોતાના કારણ છે તથા સરકારી સેવા થોડી ઘણી પણ મોંઘી બને તો આમ જનતાને ગમે નહીં એ સ્વાભાવિક છે. નવ જ માસના ગાળામાં એસટી બસના ભાડામાં 13% નો વધારો થયો છે. આથી એસ.ટી તંત્રની ગંજાવર ખોટ જોતા ભાડા વધારો તેના માટે અનિવાર્ય છે. પરંતુ જનતા પર તો ભારણ વધે છે. બહુ મોટો વર્ગ છે જેમાં પરિવહનનું માધ્યમો બસ છે. નોકરી માટે અપડાઉન કરતા કર્મચારીઓ, વ્યવસાયિકો, સેલ્સમેનથી લઈને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એસ.ટીની બસોમાં મુસાફરી કરે છે.
કોઈપણ સેવા નફાના ઉદ્દેશ્યથી ચાલતી નથી. તેથી નફો લક્ષ ન હોય પરંતુ ખોટ ઘટે તે જરૂરી છે. 2024-25ના વર્ષમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખોટ 1802 કરોડ રૂપિયા હતી. પ્રીમિયમ બસોમાં છેલ્લા પાંચ વર્ષમાં 174 કરોડની ખોટ હતી. 2019 માં એસટીની આવક વધી. પછી સતત ઘટતી ગઈ. હજુ પણ ટેકનોલોજી વાળી બસ ખરીદવા અને તેને સંચાલિત કરવા માટે નાણાં જોઈએ. કર્મચારીનો પગાર, વિવિધ વહીવટી ખર્ચની બાબતોમાં ઘટાડો શક્ય નથી. એસટી એવી સેવા છે કે નાના ગામડાઓ સુધી પહોંચે છે, બે જ મુસાફર હોય તોય રોડ પર ચાલતી રહે છે. આ બધાને પહોંચી વળવા પૈસા તો જોઈએ. જે ભાડા વધારો થયો તેને કારણે હવે દરરોજ 27 લાખની આવક એસટી તંત્રને થશે. આ નફો નથી ખોટ ઓછી થશે. આવક માટે અન્ય રસ્તા એસટી તંત્ર અપનાવે એના મુસાફરો પ્રત્યે સેવાભાવ ચાલુ રાખે અને પ્રજાની મુસાફરી સસ્તી થઈ શકે.
મોટા વરાછા, સુરત – યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.