વડોદરામાં રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય ક્ષત્રિય સમજના આગેવાન અને કરણી સેનાના પદાઅધિકારીઓને ત્યાં પોલીસ ની ટીમ પહોંચી ગઈ હતી અને તેઓને ઘરની બહાર નીકળી કોઈ પણ પ્રકારનો વિરોધ કે આંદોલન ન કરી શકે એ હેતુથી નજર કેદ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કરણી સેનાના વડોદરાના પ્રમુખ એવા રેખાબાએ જણાવ્યું હતું કે , અમને નજર કેદ કરવામાં આવ્યા છે. અમારો વિરોધ પરસોતમ રૂપાલા સામે છે અને રહેવાનો છે. વધુમાં એવું પણ કહેવું છે કે અમારો હક છે અમે વિરોધ કરી શકીએ છીએ. રૂપાલા સિવાય કોઈ પણ ઉમેદવારને ટીકીટ આપો વાંધો નથી. રૂપાલા કોઈ દેવી દેવતાઓ ને માનતા નથી. રૂપાલા મંજૂર નથી . અમે કોઈ સરકારી ઇમારત, ઓફીસ, કે સરકારી વાહનને કે અન્ય કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી ને નુકસાન નથી પહોચાડતા. અમે અમારો રૂપાલા સામે નો વિરોધ યથાવત રહેશે. અને શાંતિ પૂર્ણ રીતે વિરોધ ચાલુ રાખવામાં આવશે. ભાજપ કેમ રૂપાલા ને આટલા સાચવે છે એ સમજાતું નથી.