*ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય ઉત્સવ – ગોધરા
ગોધરા: ગુજરાત ગૌરવ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ એક્સ્પો – ૨૦૨૫ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શસ્ત્ર પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ કર્યું હતું.
પોલીસ એક્સ્પો શસ્ત્ર પ્રદર્શનમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્રારા નોનલીથલ વેપનથી માંડી ૧૦૦૦ મીટર સુધી મારક ક્ષમતા ધરાવતા આધુનિક હથિયારોનુ પ્રદર્શન કરવામાં આવ્યું છે. બી.ડી.ડી.એસ. સ્કવોડના ૬ સ્ટોલ્સ થકી એકસ્પ્લોઝીવની જાણકારી આપવા હેતુસર તમામ પ્રકારના આઈ.ઈ.ડી. (IED)ના ડીવાઇસ તેમજ સર્ચિંગ ઈકવીપમેન્ટ અને ડીસ્પોઝલ ઇકવીપમેન્ટસ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ટીમ SDRF દ્રારા ૮ સ્ટોલ્સ દ્વારા કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરીના તમામ સાધનો તેમજ ગુજરાત મરીન ટાસ્ક ફોર્સ દ્રારા ૬ સ્ટોલ્સ થકી દરીયાઈ સુરક્ષા માટેના આધુનિક હથિયાર અને ઇકવીપમેન્ટસ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
પંચમહાલ ટ્રાફીક પોલીસ, મહિલા પોલીસની કામગીરી તથા વાયરલેસના ઇકવીપમેન્ટસ તેમજ પોલીસ દ્રારા વપરાતા બોડી વોર્ન કેમેરા તથા આધુનિક ડ્રોન વગેરેના ૭ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસની સ્પેશ્યલ ફોર્સ વર્ષ ૧૯૯૨થી અસ્તિત્વમાં આવી છે. જેનું વર્ષ ૨૦૦૮ માં ચેતક કમાન્ડ ફોર્સ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાનો પ્રતિકાર કરવા માટે ચેતક કમાન્ડો ફોર્સ આધુનિક હથિયારો અને સામાન સાથે સુસજજ છે.
————