મુંબઈમાં સીએમએઆઈના ફેબ શોને સજ્જડ પ્રતિસાદ : 2000 કરોડના વેપારનો અંદાજ – Gujaratmitra Daily Newspaper

Business

મુંબઈમાં સીએમએઆઈના ફેબ શોને સજ્જડ પ્રતિસાદ : 2000 કરોડના વેપારનો અંદાજ

સુરત : મુંબઈના (Mumbai) જીઓ વર્લ્ડ સેન્ટર (Jio World Center) ખાતે તા. 19, 20 અને 21નાં રોજ સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી યોજાયેલા સીએમએઆઈના ફેબ શો એક્ઝિબિશનને જોરદાર પ્રતિસાદ મળ્યાનો આયોજકોએ દાવો કર્યો છે. આ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સને 2000 કરોડનો રેકોર્ડ બ્રેક (Record Break) વેપાર મળ્યો હોવાનો અંદાઝ રજૂ કરવામાં આવ્યો છે. SGCCI ના પેવેલિયનમાં સુરતના (Surat) 50 ટેક્સટાઇલ (Textile) ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.

  • SGCCI ના પેવેલિયનમાં સુરતના 50 ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ભાગ લીધો
  • ગારમેન્ટ્સલક્ષી વિવિધ સ્ટોલ્સે પોતાના ઈનોવેટેડ ફેબ્રિક્સને પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા
  • દિવાળી બાદ એક્ઝિબિટર્સોનો સંપર્ક બાયર્સો કરશે અને અમુક સ્પેશિયલ સેમ્પલીંગ કરવા માટે પણ જણાવ્યું
  • સુરતના પેવેલિયનને સારો પ્રતિસાદ મળ્યો છે અને ઊંચો વેપાર પણ મળ્યો જો કે કોને મોટો ઓર્ડર મળ્યો એ 22મીના રોજ જાણવા મળશે
  • એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સને 2000 કરોડનો રેકોર્ડ બ્રેક વેપાર મળ્યો

ગારમેન્ટ્સલક્ષી વિવિધ સ્ટોલ્સે પોતાના ઈનોવેટેડ ફેબ્રિક્સને પ્રદર્શનમાં રજૂ કર્યા હતાં. આ સિવાય ફેશન-શો મારફતે વિવિધ ગારમેન્ટ્સ પણ બાયર્સો સમક્ષ મૂકાયાં હતાં. સીએમએઆઈ એક્ઝિબિશન-2022નાં સેકન્ડ એડિશન મુદ્દે સાઉથ ગુજરાત રીજીયનના ચેરમેન અજય ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સોને આશરે 2 હજાર કરોડથી વધુનો વ્યાપાર મળ્યો છે. દિવાળી બાદ એક્ઝિબિટર્સોનો સંપર્ક બાયર્સો કરશે અને અમુક સ્પેશિયલ સેમ્પલીંગ કરવા માટે પણ જણાવ્યું છે. સુરતના પેવેલિયનને સારો પ્રતિસાદ મળ્યો છે અને ઊંચો વેપાર પણ મળ્યો છે. જોકે, આ મુદ્દે ચોક્કસ કયા પેવેલિયનને કેટલો વેપાર મળ્યો છે અને સૌથી મોટો ઓર્ડર કોને મળ્યો છે તેની માહિતી આવતીકાલે 22મીનાં રોજ સીએમએઆઈ સત્તાવાર જાહેર કરશે. એક્ઝિબિશનમાં અજય ભટ્ટાચાર્ય (સીએમએઆઈ, સાઉથ ગુજરાત રીજીયન ચેરમેન), હિમાંશુ બોડાવાલા(એસજીસીસીઆઈ- પ્રમુખ), મયૂર ગોળવાલા (ચેરમેન વિવનિટ કમિટી) અને મયૂર ચેવલી(અગ્રણી સુરત નાયલોન વિવર્સ એસોસિએશન) ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top