દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય પણ મા-બાપની આંખમાં છલકાતા આસુંને વાંચતાં ન આવડે તો સાહેબ આપણે અભણ છીએ. હાલમાં ઘણા જુવાનિયાં મા-બાપને તુચ્છ ગણે છે. તેમની અલગણતા કહે છે. તેમના વિચારોને દાબી નાંખવામાં આવે છે અને વધુ પડતું ચંચુપાત કરે તો ઘરડા ઘરમાં મોકલી દે છે. છાસવારે કહે કે તમને સમજણ ન પડે, હમો વાત કરતા હોય ત્યારે તમારે ચૂપ રહેવાનું, આવી ઘટન આજકાલ દરેક ઘરમાં બનતી હોય છે. મારો સવાલ એ છે કે આ જ માબાપે તને ચાલતાં શીખવ્યું ને આ જ મા-બાપે તને બોલતાં શીખવ્યું ને આજે તે જ મા-બાપને તું ચૂપ રહેવાનું કહે છે. ભગવાન પણ કહે છે કે પહેલાં તમારાં મા-બાપની સેવા કરો પછી મારી સેવા કરો.‘મા’ની ‘મમતા’ અને પિતાની ‘ક્ષમતા’ જયારે સમજાય ને ત્યારે સ્વર્ગને પણ ધરતી પર ઊતરવું પડે છે.‘મા’ આપની સ્વર્ગમાં લઇ જાય તે દીકરો અને સ્વર્ગને ઘરે લાવે એ દીકરી અને ઘરને જ સ્વર્ગ બનાવી દે એ વહુ હોય છે.
સુરત – મહેશ આઈ. ડોકટર આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રસાદ પોલિટીકસ
પ્રસાદ એ ભગવાનને અર્પણ કરાયેલા ભોજનનું પ્રતીક છે. તેની સાથે શ્રદ્ધા અને પવિત્રતા જોડાયેલાં હોય એ સ્વાભાવિક છે. કમનસીબે સોમનાથ અને અંબાજી દેવસ્થાન પછી તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ તરીકે અપાતા પ્રસિદ્ધ લાડુ પણ વિવાદનો મુદ્દો બન્યા છે. જે વાત છે તેમાં સ્પષ્ટતા ઓછી અને રાજકારણ ઝાઝું વર્તાય છે. શ્રદ્ધાળુની લાગણીની કદર ઓછી પરસ્પર દોષારોપણ મઢવાનો હેતુ હોય એમ લાગે છે. ભેળસેળ અને ખાસ તો હિન્દુ ધર્મની પવિત્રતાને અભડાવે તેમાં અખાદ્ય તત્ત્વો પ્રસાદ મળ્યા છે દેવમંદિરનો પવિત્ર પ્રસાદ પણ રાજકારણના અટકચાળાથી વંચિત નથી રહ્યો એનાથી મોટી કમનસીબી કઇ હોઈ શકે, પરંતુ રાજનીતિના આખાડામાં તેને તારવાનો ચાળો જોખમી છે. પ્રસાદ સ્પષ્ટ હેતુપૂર્વકના કે અનાયાસે એવો કોઇ ચેડાં સાંખી ન શકાય. પ્રસાદ સાથે જોડાયેલ પવિત્રતા અને શુદ્ધતાનો આગ્રહ અનિવાર્ય વાત. આંધ્રપ્રદેશની કોઇ લેબોરેટરીને બદલે ગુજરાતની એનડીડીબી સંચાલિત ડેરીની અદ્યતન લેબમાં ટેસ્ટિંગ માટે મોકલાયા એ પણ વિચારવા જેવું ખરું.
ગંગાધરા – જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.