શિનોર ના માલસરના શ્રી સત્યનારાયણ મંદિર ખાતે ચૈતન્ય મહાપ્રભુજીના જન્મદિવસ નિમિત્તે ચૈતન્ય મહાપ્રભુજીનું પૂજન કરાયું હતું.

શિનોર તાલુકાના માલસરમાં નર્મદાના તટ ઉપર શ્રી સત્યનારાયણ મંદિરે હોળી ધુળેટી અને ચૈતન્ય મહાપ્રભુજીના જન્મદિવસ નિમિત્તે ચૈતન્ય મહાપ્રભુજીનું પૂજન મહંત જગન્નાથ મહારાજ દ્વારા કરાયું હતું. ઠાકોરજી સાથે ધુળેટીનો ઉત્સવ ઉજવી ચૈતન્ય મહાપ્રભુજીના પ્રાગટ્યનો દિવસ યાદ કરી અને ખૂબ શાંતિપૂર્વક વિધિપૂર્વક આનંદનો અનુભવ લીધો હતો. ભગવાન સાથે રંગરેલીયા અને આનંદનો અનુભવ અને ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ આરતી કરી હતી. સત્યનારાયણ મંદિરે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

