Waghodia

મારા મોતનું કારણ શોધશો નહીં, જરોદનો યુવાન ચિઠ્ઠી લખી ગુમ થઈ ગયો

ખંડિવાડા નર્મદા કેનાલમા શોઘખોળ હાથ ઘરાઈ

પરિવારને સંબોધતી ચિઠ્ઠી લખી રહસ્યમય ગુમ થતા આપઘાતની આશંકા

વાઘોડિયા:


જરોદની શ્રીજી પોળમા રહેતો 20 વર્ષીય યુવાન અંગત કારણોસર પરિવારને સંબોધતી અંતિમ ચિઠ્ઠી લખી રહસ્યમય રીતે ચાલ્યા જતાં પરિવારે જરોદ પોલીસની મદદથી ખંડીવાળા નર્મદા કેનાલમાં શોધખોળ શરૂ કરી છે. પરિવારને એવી આશંકા છે કે, દીકરાએ લખેલી ચિઠ્ઠીમાં બતાવેલા લોકેશન મુજબ ખંડીવાળા નર્મદા કેનાલમાં પડતું મૂક્યુ છે.

જરોદ બસ સ્ટેન્ડ પાસે રેડિમેડ કપડાની દુકાન ઘરાવતા વેપારીનો નાનો પુત્ર રહસ્યમય ગૂમ થતા પહેલા માતાપિતા અને ભાઇને સંબોધન કરતાં લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે, મારા મોતનું કારણ શોધવા માટે પ્રયાસ કરશો નહીં. જયરામદાસ થાવરદાસ ગજાણીના બે પુત્રો પૈકી નાનો દીકરો અંજલ જિંદગીનો અંત લાવવાના ઇરાદે ચાલ્યા જતા જરોદમા ચકચાર મચી ગઇ છે. અંજલ આલમગઢ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

અંજલે પરિવારને સંબોધન કરતાં ચિઠ્ઠીમા લખ્યું છે કે Hello my dear family .. મેં તમારો લાડલો છોકરો અંજલ. આજે તમને બધાને મુકીને દૂર જઈ રહયો છું. મારા માટે તમે જેટલુ કર્યુ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. please મને માફ કરી દેજો. માનુ છું કે મે માફીના લાયક નથી. પણ થઈ શકે તો કરી દેજો. મે મારા વ્યાકીગત પ્રોબ્લેમથી આ કામ કરવા જઈ રહ્યો છું. મારા ગયા પછી મારા ફ્રેન્ડ, મારી ફેમલી કે મારા કોઈપણ પોતાના વ્યકિતને હેરાન ના કરતા. please મારુ મરવાનુ કારણ મે કહી શકેતો નથી. અને તમે પણ કારણ શોધવાની કોશીશ ના કરતા. તમે બધા please મે મારી મરજીથી મરવા જાવ છું. કોઈના દબાણમા આવીને મે આ કામ નથી કરતો. તો please મારા ગયા પછી કોઇને હેરાન કરશો નહીં. please Sorry & good by my all friends. મારી મમ્મીનું ધ્યાન રાખજો. please મારા ભાઈ રહુલ, મમ્મી પાપાને સાચવી લેજે. ભાઇ please. Sorry થઈ શકે તો માફ કરી દેજો. please મારો phone & bike મુકીને જાવ છું એ વેચી દેજો.

ચિઠ્ઠી મળતા પિતા જયરામદાસ ગજાણીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવતા આ ચિઠ્ઠીમાં બતાવેલી જગ્યા ખંડીવાડા કેનાલ ખાતે સગા-સબંધી તથા દિકરાના મિત્રો સાથે શોધખોળ આરંભી હતી જરોદ પોલીસે પણ અપઘાત કર્યો હોવાની આશંકાએ અંજલની શોધખોળ કરી રહિ છે. જોકે એકાએક આ પ્રકારનું પગલું કેમ ભર્યું છે તે બાબતે પરિવાર અને પોલીસ વીમાસનમાં છે આ બનાવે જરોદમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.

Most Popular

To Top