Vadodara

માનસિક તાણમાં આવી જઈને 31 વર્ષીય યુવાન નો ગળે ફાસો ખાઈને આપઘાત

વડોદરા,
માંજલપુર વિસ્તારમાં રહેતા 31 વર્ષીય યુવાને માનસિક તાણમાં આવી જઈને આપઘાત કરતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ બનાવની માંજલપુર પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
માંજલપુર વિસ્તારમાં આવેલા મહેશ્વરી નગરમાં રહેતા 31 વર્ષીય જયદીપ વિષ્ણુભાઈ પંચાલ ડીજે નું કામકાજ કરતા હતા અને તેમના પત્ની સાથે રહેતા હતા આર્થિક ભીંસ ના કારણે તેઓ સતત માનસિક તાણમાં જ રહેતા હતા જેથી ગત રાત્રિના બાર વાગ્યાની આસપાસ ઘરે કોઈ ન હોય જેથી એકલતાનો લાભ ઉઠાવીને તેમણે પોતાનું જીવન ટૂંકાવવાનું નિર્ણય કર્યો હતો અને પોતાની જાતે જ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જો કે આ બાબતે પરિવારજનોને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.

Most Popular

To Top