Vadodara

માનવતા મરી પરવારી : વડોદરામાં ચોરની આશંકાએ આધેડનો લાકડીથી માર મારતો વિડીયો વાઇરલ

આધેડે પોતાને છોડી દેવા આજીજી કરી છતાં નિર્દયો ફટકા મારતા રહ્યા, પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો

વડોદરા શહેરના માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે કેટલાક શખ્સો દ્વારા ચોરીની આશંકાએ આધેડને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. જે ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિઓમાં લાકડીથી બે યુવકોએ આધેડને ફટકા મારતા હતા. માંજલપુર પોલીસે ઘટનાસ્થળે દોડી આવી આધેડને પોલીસ મથકમાં લઇ જઇ તેમની ફરિયાદના આધારે માર મારનાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

માંજલપુર વિસ્તારમાં રહેતા હેમંત પટેલે ફરિયાદ નોંધાવી હતી કે હું કંપનીથી મારી કાર લઈને ઘરે જઇ રહ્યો હતો. તે સમય દરમિયાન સાંજના આશરે સવા છ વાગ્યાના સુમારે તુલસીધામ ચાર રસ્તા પર સર્કલ આવેલો છે તે સર્કલની આજુબાજુ લાઈટિંગ છે. તેમજ ફુવારા માટે સબમર્સીબલ પં૫ લગાડેલો છે તે જગ્યાએ એક અજાણ્યો પુરુષ તેના વાયરો ખેંચતો હોવાથી લોકો ભેગા થઈ ગયા હતા. તેમાંથી એક વ્યક્તિ લાકડીથી તે વૃદ્ધને માર મારતો હતો અને ગંદી ગાળો બોલી રહ્યો હતો. જ્યારે આધેડ પોતાને છોડી દેવા માટે આજીજી કરી રહ્યો હોવા છતાં તેઓ નિર્દયતાથી માર મરતા હતા. જેથી મેં પોલીસને જાણ કરી હતી અને પોલીસની ગાડી આવતા માર મારનાર શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. માંજલપુર પોલીસે આધેડની ફરિયાદના આધારે માર મારનાર સામે ગુનો દાખલ કરાયો છે.

Most Popular

To Top