Vadodara

માથે માટલું ફોડી પાણી આપવાની માંગ સાથે તુલસીવાડીના રહીશોનો દેખાવો.


શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અનેક લોકોને પીવાના પાણીની છેલ્લા કેટલાય વર્ષોથી સમસ્યા છે ત્યારે લોકોની સમસ્યાને વાચા આપવા વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જોકે રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતા આજે પાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાનીમાં સ્થાનિકોએ એકત્ર થઈ માથા પર માટલું ફોડી અનોખી રીતે વિરોધ કરી પાણી માટે માંગ કરી હતી. ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યા બાદ મ્યુનિસીપલ કમિશ્નર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. સાથે વિસ્તારમાં ડ્રેનેજ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાથી તેની પણ રજુઆત કરવામાં આવી હતી. દેખાવો ટાણે રહીશોએ મંગળસૂત્ર દર્શાવી જણાવ્યું હતું કે, હવે અમારે કામગીરી માટે ઘરમાંથી મંગળસૂત્ર વેચવું પડે એવી પણ પરિસ્થિતિ આવી ગઈ છે. સમસ્યાના નિરાકરણ માટે તંત્ર પ્રયત્નશીલ હોવાનું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું. અગાઉ પણ રજૂઆતો વખતે તંત્ર એ કાર્યવાહી કરી જ હશે તેવું તેમણે ઉમેર્યું હતું..

Most Popular

To Top