Charotar

માતરના પરીએજ તળાવ કાંઠે મગર ટહેલતો જોવા મળ્યો

માતર તાલુકાના પરિયેજ તળાવ પાસે આવતા વોક વે પર આજે એક અચરજ પુર્ણ ઘટના બની હતી. પરિયેજ તળાવમાંથી બહાર નીકળેલા એક વિશાળકાય મગરે તળાવની આસપાસના રોડ પર ફરવાનું શરૂ કર્યું. સ્થાનિકો આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતાં. મગર તળાવની ફરતી રસ્તા પર મોટી-મોટી લટારો મારતો દેખાયાની આ અણધારી ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભય અને આકર્ષણ બંનેનું વાતાવરણ ઊભું કરી દીધુ હતું.
મગરની આ હિલચાલ લગભગ દોઢ મિનિટ સુધી ચાલી, જેમાં તે વોક વે પર ટહેલતો જોવા મળ્યો હતો. આ સમયે સ્થાનિક યુવાનોએ તાત્કાલિક વિડિયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા. આ ઉત્સાહમાં કેટલાક વાહનો મુકાઈ ગયા, જેના કારણે રસ્તા પર નાસભાગની સ્થિતિ ઊભી થઈ ગઈ. લોકોની આ ભીડ અને વાહનોની જામથી વિસ્તારમાં તણાવ વધી ગયો, પરંતુ કોઈપણ પ્રકારની અનિષ્ટ ઘટના બની નહીં.
જોકે, વન વિભાગે લોકોને જંગલી પ્રાણીઓથી અંતર જાળવવા અને તાત્કાલિક જાણ કરવાની સલાહ આપી. આ ઘટના પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણના મહત્વને ફરીથી યાદ અપાવે છે.

Most Popular

To Top