Shinor

માંડવા ગામે બાવા પ્યારે નર્મદા કિનારે સહેલાણીઓએ નર્મદા સ્નાનની મજા માણી

શિનોર:

શિનોર તાલુકાના માંડવા ગામે બાવા પ્યારે નર્મદા કિનારે રવિવારના રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓએ પરિવાર સાથે નર્મદા નદીના ઠંડા પાણીમાં સ્નાનની મજા માણી હતી.



હાલમાં ઉનાળા કાળઝાળ ગરમી પડી રહી છે. જેને લઇને લોકો ત્રાહિઆમ પોકારી ઉઠ્યા છે. લોકોએ બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી ઘરમાં રહેવાનુ શરૂ કર્યું હોય જાહેર માર્ગો પર જાણે કરફ્યુ હોય તેવો માહોલ સર્જાયો છે. ત્યારે શિનોર તાલુકાના માંડવા ગામે બાવા પ્યારે નર્મદા કિનારે રવિવારના રોજ સહેલાણીઓ પોતાના પરિવાર સાથે નર્મદા નદીના ઠંડા પાણીમાં સ્નાનની મોજ માણવા ઉમટી પડ્યા હતા. જ્યાં નર્મદા નદીના ઠંડા પાણીમાં સહેલાણીઓએ મજા માણી હતી.

Most Popular

To Top