
સિનોર:
માંડવા ગામેથી ચેકર્ડ કીલબેક સાપણનું પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
શિનોર તાલુકાના માંડવા ગામેથી ચેકર્ડ કિલબેક સાપણનું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના કાર્યકર અશોક ભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાઈડ લાઈફ રેસ્ક્યુયર પાણીન વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ ને સિનોર તાલુકાના માંડવા ગામે રહેતા રસિકભાઈ વેપારી ના ઘરની બહાર આવેલા ઉકરડામાં 25 થી 30 ઈંડા સાથે સાપણ જોવા મળતા ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા હતા. ટેલીફોનિક જાણ કરવામાં આવતા જ અશોકભાઈ તાત્કાલિક માંડવા ગામે પહોંચી ગયા હતા. ત્યાં ઉકરડામાંથી 25 થી 30 ઈંડા સાથે સાપણ જોવા મળી હતી. સાપણને ભારે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સિનોર વન વિભાગને સુપ્રત કરવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર રહીશોએ અશોકભાઈ ને સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
