Vadodara

માંજલપુર વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ફ્લેટમાં હથિયારધારી ઇસમોનો આતંક….


વડોદરા શહેરમાં કેટલાંય દિવસથી હથિયારધારી ઇસમોનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં લાલબાગ સિંધવાઈ માતા રોડ પર આવેલ ક્રિષ્ના ફ્લેટ ખાતે છેલ્લા દસ દિવસથી હથિયાર ધારી ઇસમો એપાર્ટમેન્ટની અંદર ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી રહ્યા હોય તેવું સીસીટીવી કેમેરામાં જણાઈ આવે છે. આ બનાવ ના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને આ બાબતે તેમના દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. અને રાત્રિના સમયે આ પ્રકારે જુદી-જુદી સોસાયટીઓમાં હથિયાર સાથે જ્યારે આવી ટોળકીયો પ્રવેશ કરતી હોય ત્યારે વડોદરા શહેર પોલીસ ની નાઈટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊભા થાય છે.


ઉલ્લેખનીય છે અગાઉ પણ આ પ્રકારની હથિયાર ધારી ટોળકી મકરપુરા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ચોરીના ઇરાદે આવી હતી. હથિયારધારી ટોળકીઓ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આતંક ફેલાવીને વડોદરા શહેર પોલીસને પડકાર આપતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર તારી આવી ટોળકીઓ પર વડોદરા શહેર પોલીસ કેવી રીતે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

Most Popular

To Top