વડોદરા: વડોદરાના માંજલપુર રોડ નજીક એમજીવીસીએલના થાંભલા રોડ ઉપર નોંધારા મુકી દેવાયા છે. જેને લઇને છેલ્લા એક મહિનાથી અહીંથી પસાર થતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. કેમકે માંજલપુર પાસે મોટો વળાંક આવેલો છે. જ્યાં વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. એમજીવીસીએલ દ્વારા વહેલી તકે આ તરછોડી દેવાયેલા વીજ થાંભલા હટાવવાની કામગીરી કરે તો રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને રાહત થાય તેમ છે.
હાલ સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર વીજ થાંભલા ધરાશાયી થઇ ગયા છે. વહેલી તકે આ પડી રહેલા બિનઉપયોગી જેવા વીજ થાંભલાનો ઉપયોગ કરવા લોકમાગ ઉઠી છે. અથવા નોંધારા છોડી દેવાયેલા આ વીજપોલને આ સ્થળેથી ખસેડીને અન્ય સલામત સ્થળે મુકાય તેવી લોકોએ માગ કરી છે. એમજીવીસીએલના નઘરોળ તંત્ર દ્વારા આ રીતે નવા વીજ થાંભલા લાવીને રસ્તામાં નાખી દેવામાં આવ્યા છે. તે કેટલું વ્યાજબી કહેવાય. ?
માંજલપુર રોડ પર વીજ કંપનીના થાંભલા રોડ પર નોંધારા મૂકી દેવાયા
By
Posted on