Vadodara

માંજલપુર અવધૂત ફાટક પાસે કચરામાં આગ ભભૂકી,તંત્રમાં મચી દોડધામ

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરા શહેરમાં ગરમીની શરૂઆતે આગજનીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેવામાં માંજલપુર અવધૂત ફાટક પાસે કચરામાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

વડોદરા શહેરમાં ગરમીના પ્રમાણમાં વધારો થતાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે, ગત મોડી રાત્રે માંજલપુર વિસ્તારમાં અવધૂત ફાટક જ્યાં કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થાત મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર દીપક રાઠવાએ જણાવ્યું હતું કે , રાત્રે કોલ આવ્યો હતો કે માંજલપુર અવધૂત ફાટક રેલવે નો જે જગ્યા છે. એમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી? જે કંટ્રોલમાંથી તાત્કાલિક જીઆઇડીસી ફાયર સ્ટેશનને કોલ મળતા જ અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આગ જે લાગી હતી એ સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી.

Most Popular

To Top