વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવની મુલાકાત સમયે….
વડોદરા શહેરના દક્ષિણ ઝોનમાં માંજલપુર વિસ્તારમાં આવેલ સ્મશાનની સામે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ છે. દશા માતા ની પ્રતિમાઓનું વિસર્જન થવાનું હોવાથી વડોદરાનાં મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષભાઇ પાટીલ અને સ્થાનિક કાઉન્સિલરો કૃત્રિમ તળાવની મુલાકાતે આવ્યા હતા.
તે સમયે બાજુની જ સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા પાણીના મુદ્દે મેયર અને ચેરમેનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક સ્થાનિકો વડોદરા મહાનગરપાલિકા ના કામથી નારાજ હોય તેવું જણાઈ આવ્યું હતું. મેયર અને ચેરમેન દ્વારા સ્થાનિક રહીશોની વાત સાંભળીને સમસ્યાનો નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી.