Vadodara

માંજલપુરમાં રૂપાલા વિરોધી બેનર લાગ્યા, ભાજપને પ્રવેશબંધી

વડોદરા: આગામી લોકસભાની ચૂંટણીમાં પુરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ નિવેદન ને ધ્યાનમાં રાખીને શહેરના માંજલપુરમાં ભાજપના કાર્યકરો, ઉમેદવારોને પ્રવેશબંધી કરતાં બેનરો રાતોરાત લગાવી દીધા છે. જો બેનર હટાવાયા તો વિપરીત પરિણામની ચીમકી અપાઇ છે.


આગામી લોકસભાની ચૂંટણી ને લઇને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાથોના ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે . જેમાં ઘરે ઘરે ફેરણી, વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ પુરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે . સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ ઉઠી છે ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણીસેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે માંજલપુરમા હોર્ડિંગ્સ લગાવી ભાજપના કોઇપણ ઉમેદવારો કે કાર્યકરોને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા બેનર લગાવી દેવાયા છે. આ અંગે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ હિન્દુઓ, હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મરતા કે મારતા ખચકાઇ નથી અને ખચકાશે નહીં. ભાજપે રૂપાલાની ટિકીટ રદ કરી નથી પણ હવે ક્ષત્રિય સમાજને આંખ બતાવવાની કોશિશ કરી રહી છે. ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધી નથી. પરંતુ રૂપાલા મુદે જે રીતે ભાજપ રૂપાલાનો પક્ષ લ ઇ ક્ષત્રિય સમાજને નજરઅંદાજ કરી ક્ષત્રિયયોને આંખ દેખાડશે તો ક્ષત્રિય સમાજ કદાપિ સાંખી નહીં લે. આ તો ફક્ત ટ્રેલર જ છે આગળ ફિલ્મ હજી બાકી છે.

ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજે જો પોલીસે બેનર ઉતાર્યા તો પરિણામ ખરાબ આવવાની ચિમકી ઉચ્ચારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.

Most Popular

To Top