સ્થાનિકો તથા રાહદારીઓની સલામતી માટે યોગ્ય અને ત્વરિત પગલાંની માંગ
વડોદરા: માંજલપુરના વોર્ડ નંબર 18માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસેના મુખ્ય રસ્તા પર છેલ્લા પાંચ દિવસથી ભૂવાનું સર્જન થયું છે , જેના કારણે રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં નિરાશા ફેલાઈ રહી છે. ખતરનાક સ્થિતિ હોવા છતાં, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિસ્થિતિ સુધારવા કોઈ પગલાં લેવાયા ના હતા.
જેના કારણે અકસ્માતોને રોકવા માટે, સ્થાનિક રહેવાસીઓએ ભૂવાના વિસ્તારનું જાતે પુરાણ ભરવા અને આશ પાસ બ્લોક્સ મુકવાની કામગીરી કરી હતી.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ તરફથી સમયસર કામગીરી ના કરતા અને સ્થાનિકો તથા રાહદારીઓની સલામતી માટે યોગ્ય અને ત્વરિત પગલાં ના લેવાતા લોકો માં આક્રોશ ફેલાયો છે.
રહેવાસીઓ હવે માંગ કરી રહ્યા છે કે VMC રસ્તાનું સમારકામ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લે. ચોમાસાની ઋતુ નજીક આવતાં, રસ્તાની હાલત વધુ ખરાબ થવાની શક્યતા છે, જે રાહદારીઓ અને વાહન ચાલકોની સલામતી માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.