ત્રણ થી છ વર્ષના બાળકોને ગુરુના મહાત્મ્ય વિશે તથા ગુરુ પૂજન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા
નાના નાના ભૂલકાઓએ ગુરુપૂર્ણિમાના ઉપલક્ષમા ગુરુની વેશભૂષામા બાળકો સમક્ષ સુંદર નાટિકા પ્રસ્તુત કરી હતી
21 તારીખ ને રવિવારે ગુરૂ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા જેને આપણે ગુરૂ પૂર્ણિમા કહીએ છે ભગવાન વેદ વ્યાસજીનો જન્મોત્સવ ભગવાન વેદ વ્યાસ સ્વયં નારાયણ નું સ્વરૂપ છે અને તે ચિરંજીવ છે ભગવાન વેદ વ્યાસ જી એ 18 પુરાણ અને વેદો ની રચના કરી હતી
મનુષ્ય જીવન ગુરૂ વગર અંધકાર મય છે ગુરૂ એટલેજ પ્રકાશ ગુરૂ એટલે આત્મ વિશ્વાસ ગુરૂ એટલે પીઠબળ ગુરૂ એટલેજ શક્તિયને ગુરૂ એજ મનુષ્ય જીવનમાં મોક્ષ અપાવનાર છે ગુરૂ વગર મોક્ષ ની પ્રાપ્તિ થતી નથી એટલેજ કીધું છે કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ જે અજ્ઞાન રૂપી અંધકાર માંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય તેજ ગુરૂ અને આપણાં શાસ્ત્ર માં લખ્યું છે મનુષ્ય જીવન ના પ્રથમ ગુરૂ માતા-પિતા છે માટે પ્રથમ માતૃદેવો ભવ જે ગર્ભ ના સંસ્કાર થી લઇ જીવન નું સિંચન કરે છે બીજા ગુરૂ પિતા માટે પિતૃ દેવો ભવ પિતા જીવન ની દરેક વસ્તુઓ નું ધ્યાન રાખી પાલન પોષણ અને જ્ઞાન મય સફળ ભવિષ્ય ને બનાવે છે ત્રીજા ગુરૂ આચાર્ય દેવો ભવ આચાર્ય એટલે અજ્ઞાન રૂપી અંધકાર માંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય તે અને જે જીવન ને જ્ઞાન થકી માન સન્માન અને પ્રતિષ્ઠા અપાવે એજ ગુરૂ એટલે શિક્ષક.
આ જ ગુરુ પ્રત્યેના સંસ્કરોના સિંચન માટે આજરોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ માય સાનેન પ્રિ સ્કુલમાં નાના નાના ભૂલકાઓ દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોને ગુરુ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતે શાળાના સંચાલક નિમિષાબેન ગજ્જર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.