Vadodara

માંજલપુરના શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના સ્વપ્નદ્રષ્ટા રાજેશ પટેલની પ્રતિમા સ્થાપિત થઈ..

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના સ્વપન દ્રષ્ટા તથા શાંતિ ધામ સંકુલ સમિતિના સ્થાપક અગણિત જીંદગીઓને સ્પર્શતુ એમનુ જીવન, સમાજ સેવાનું એક ઉત્કર્ષ ઉદાહરણ છે ત્યારે સોમવારે સ્વર્ગીય રાજેશ પટેલની અર્ધ પ્રતિમાનું અનાવરણ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, બિલ્ડર રમેશ અંબાલાલ પટેલ, ભાવેશ રમેશ પટેલ સહિતના તેમના મિત્ર વર્તુળ તેમજ તેમના ધર્મપત્તિ સ્મિતાબેન પટેલ અને પુત્ર ફેનીલ પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું .આ તબક્કે સામાજિક કાર્યકર સેવાભાવી એવા સ્વર્ગીય ભોલેનાથના ભક્ત રાજેશ પટેલ સાથેના સંસ્મરણો સૌ એ વાગોળ્યા હતા.મોટી સંખ્યામાં મંદિરમાં રોજે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે, માંજલપુરમા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દરરોજ ખાસ કરીને સોમવારે, શિવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન અને પૂજા માટે આવતા હોય છે સાથે જ સાંજના સુમારે વયોવૃદ્ધ નાગરિકો જેમાં મહિલાઓ પુરુષો અહીં આવીને દર્શન કરી બેસતાં હોય છે. આ મંદિર જ્યારે રાજેશ પટેલે બનાવ્યું ત્યારે ઘણાં લોકો દ્વારા બાહ્ય વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ મક્કમ મનોબળ અને ભગવાન ભોળેનાથમા અતૂટ શ્રધ્ધા ધરાવતા રાજેશભાઈ એ મંદિરની સ્થાપના કરી હતી. તેઓના હ્રદય પરિવર્તન પાછળ તેમના ધર્મપત્ની સ્મીતાબહેનનુ અમૂલ્ય યોગદાન રહ્યું છે. સોમવારે તેમની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં તેમના પરિવારના સભ્યો તથા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top