Vadodara

માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે જમવા આવતા લોકોનું રસ્તા પર પાર્કિંગ, અડધો રોડ બ્લોક….

**

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં તુલસી ધામ ચાર રસ્તા પાસે ખાણી પીણીની દુકાનોમ ખાવા માટે આવતા લોકો દ્વારા અડધા રોડ પર આડેધડ પાર્કિંગ કરવાના કારણે અડધો રોડ બ્લોક થઈ જાય છે. જ્યાં ખાણી પીણીની દુકાનો છે જેના ઉપરના ભાગે હોસ્પિટલ પણ છે.અહીં પાર્કિંગના કારણે એક તરફના રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.અહીં વારંવાર સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે . ત્યારે આજે પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી છે ત્યાં પાર્કિંગને લઈ અનેક વખત માથાકૂટ પણ થયેલ છે જયાં સ્થાનિક પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરતું નથી.
આ વિસ્તારમાં ખાણીપીણી માટે આવતા લોકો આડેધડ પાર્કિંગ કરે છે. ત્યાંથી પસાર થતાં રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાં દબાણ દૂર ન કરવા માટે કોના આશીર્વાદ છે એ લોકોમાં પ્રશ્ન ઉદભવી રહ્યો છે. કારણે કે ખાણી પીણીની દુકાનોની ઉપર આવેલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ હેરાનગતિ થાય છે. આ દુકાનદારો દ્વારા રસોઇ બનાવતા હોય છે ત્યારે શાકમાં કરાતા વધારને લઈ દર્દીઓ પણ હેરાન થાય છે. સાથે રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલ બનાવને લઈ વડોદરામાં તમામ જગ્યાએ ફાયર વિભાગ અને પાલિકાનું તંત્ર એન ઓ સી ને લઈ દુકાનોને નોટિસ આપી રહ્યા છે ત્યારે શું આ દુકાનદારોને ક્યારે નોટિસ આપશે. અહીં ખાણીપીણીના વેપારીઓ દ્વારા ઘરેલુ ગેસના બોટલોનો વપરાશ કરતા હોવાનુ પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે છ પાલિકાનું આરોગ્ય વિભાગ કટકી લેતું હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ ચાર રસ્તા પર કોઈ ટ્રાફિક કે દબાણ શાખાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ દુકાનો સામે વહેલી તકે કાયદેસની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઇ છે.

Most Popular

To Top