મહેસૂલ વિભાગ, સચિવાલય ગાંધીનગર તરફથી આજે તાત્કાલિક એક મહત્વપૂર્ણ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં મહેસૂલ વિભાગ હેઠળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મંજુર કરાયેલ તમામ પ્રકારની રજાઓ (મેડિકલ રજા સિવાય) રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ બોર્ડર પર જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને અગાઉ પોલીસ વિભાગમાં આવો જ હુકમ કર્યો હતો. મહેસૂલ વિભાગ હેઠળની તમામ કચેરીઓના કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવવામાં આવ્યું છે. જે કર્મચારી હાલ રજાએ છે, તેમણે તુરંત પોતાનાં મથકે હાજરી આપવી ફરજિયાત રહેશે. વધુમાં, વિભાગના વડા અથવા ખાતાના વડાની અગાઉની મંજૂરી વિના કોઈ કર્મચારીને હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સૂચના તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવી છે અને બીજી સૂચના ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.