મહિસાગર જિલ્લા વાસ્મો કચેરી દ્વારા ખોટા બિલો તેમજ મનસ્વી કામગીરી બાબતે 3 કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી
(પ્રતિનિધિ) સંતરામપુર તા 25
મહીસાગર જિલ્લામાં વાસ્મો યોજના હેઠળ નલ સે જલ યોજનાની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા વાસ્મો કચેરીના અગાઉના અધિકારી સાથે મેળાપીપણામાં કરોડોનું કૌભાંડ આચરતા કામગીરીની વસુલાત સાથે કેટલાક કોન્ટ્રાક્ટરોને ડિફોલ્ટ પણ કરાયા,જ્યારે કેટલાક કોન્ટ્રાક્ટરો નોટિસ મળવા છતાં પણ જવાબો રજૂ કરી ન શકતા આખરી નોટિસ આપી સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી છે. પાઇપલાઇન જોડાણ, ઘરનું નળ જોડાણ કામગીરી,પંપિંગ મશીનરી,પાઇપલાઇન પંપ રૂમની કામગીરી, પાઇપલાઇન ટેસ્ટિંગની કામગીરી જેવા કામો બાકી રહેતા વાસ્મો જિલ્લા અને ગાંધીનગર કચેરી દ્વારા કોન્ટ્રાક્ટરોને સમયાતરે નોટિસ આપી જણાવેલ હતું.જે નોટિસમાં સત્વરે બાકી કામ શરૂ કરવા અથવા તો કામગીરી પૂર્ણ નથી કરી તેની ચુકવણી કરવી પરંતુ મનસુબીમાં રાચતા કોન્ટ્રાક્ટરો દ્વારા લોકોના ઘર સુધી નળ જોડાણ મારફતે પીવાના પાણીની સુવિધાથી વંચિત રાખતા સરકારની છબી ખરડાઈ છે.
કેટલાક કોન્ટ્રાક્ટરોએ પાઇપ તેમજ અન્ય સાધનોના કંપનીના નામના ખોટા ઈનવોઈસ નંબર મૂકી રૂપિયા ઘર ભેગા કરી લીધેલ છે.તેમજ કેટલીક જગ્યાએ ઇનવોઈસ નંબર પણ મૂક્યા નથી અને તેના રૂપિયા ઉપાડી લેવામાં આવેલ છે. અગાઉના જિલ્લા વાસ્મો કચેરી યુનિટના મેનેજર દ્વારા કોન્ટ્રાક્ટરો સાથેના મેળાપીપણાથી કૌભાંડ કરી નાણાકીય છેતરપિંડી કરેલ છે. આમ વાસ્મો કચેરી અને સરકારને ખૂબ જ આર્થિક નુકસાન પહોંચાડતા સરકારની છબી ખરડાઈ છે. ગાંધીનગર વાસ્મો કચેરીના અધિકારી દ્વારા આદેશ અપાતા મહીસાગર જિલ્લા કચેરીના યુનિટ મેનેજર ગિરીશ અગોલા અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસણી સંપૂર્ણ રીતે કરવામાં આવેલ છે. જેમાં બેદરકારી દાખવી લોકોના ઘરો સુધી પાણી પહોંચાડેલ નથી અને પાણીથી વંચિત રાખવામાં આવેલ છે. જે બાબતે અગાઉ નોટિસો તમામ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલ છે અને હાલમાં તારીખ 30 સપ્ટેમ્બર 2024 અને તારીખ 15 ઓક્ટોબર 2024 ના રોજ વાસ્મો કચેરી ગાંધીનગર ખાતે કામગીરીના જરૂરી આધાર પુરાવા સાથે કોન્ટ્રાક્ટરોને ઉપસ્થિત રહેવા ત્રણ કોન્ટ્રાક્ટરોને આખરી નોટિસ આપવામાં આવી છે.સરકારની આખરી નોટિસથી કૌભાંડકારી કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ત્રણ કોન્ટ્રાક્ટરોને અપાઇ આખરી નોટિસ
ગાંધીનગર વાસ્મો કચેરી દ્વારા કૌશિક જોશી ખાનપુર, ચિરાગ રીંગ સર્વિસ એજન્સી લુણાવાડા, મહેશભાઈ પી.વાગડીયા કડાણાનાઓને ડીબારની આખરી નોટિસ આપવામાં કોન્ટ્રાકટરોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વાસ્મો કચેરીના કર્મચારીઓ સાથે મળીને કોન્ટ્રાકટરો ધ્વારા કૌભાંડ કરાયું
ગાંધીનગર વાસ્મો કચેરીના મુખ્ય ઇજનેર દ્વારા મહીસાગર જિલ્લાના નલ સે જલ યોજનાની કામગીરીઓ અધૂરી તકલાદી કરીને ગ્રામ્ય વિસ્તારોના રહીશોને પીવાના પાણીની સુવિધાઓથી વંચિત રાખીને સરકારની મહત્વાકાંક્ષી યોજના ના કામોમાં આચરવામાં આવેલ ગેરરીતિઓના કૌભાંડ સામે શરૂ કરેલ સખ્ત તપાસોમાં અધૂરી કામગીરીઓ તાકીદે પૂર્ણ કરોની નોટિસોની અવગણનાઓ કરનાર વધુ ત્રણ ઇજારદાર એજન્સીઓ ને ડી-બાર્ડ (બ્લેક લિસ્ટ) કરવા માટે ખાનપુર તાલુકા ના કૌશિકકુમાર જોશી, લુણાવાડા ના ચિરાગ બોરવેલ થી જાણીતા ચિરાગ રીંગ સર્વિસ અને કડાણા તાલુકાના વાધડીયા ની અંધારી ગામ ના મહેશભાઈ વાગડિયા ને આખરી નોટિસ ફટકારી ને આગામી મુદ્દતમાં આધાર પુરાવાઓ સાથે હાજર રહેવા આદેશ ફરમાવ્યો હોવાનું કહેવાય છે. એમાં કેટલાક ગામોમાં દેખાવ ખાતર કરવામાં આવેલ નલ સે જલ યોજના ની કામગીરીઓમાં પાઇપ ખરીદીઓ ના ખોટા ઇનવોઈસ મૂકીને તત્કાલીન સમયના વાસ્મો કચેરીના કર્મચારીઓ સાથે મળીને સમગ્ર કૌભાંડ ને અંજામ આપવામાં આવ્યો હોવાનું તપાસો દરમિયાન બહાર આવ્યો હતૂ..