સંતરામપુર: મહીસાગર જીલ્લાના સંતરામપુરના ગોઠીબ જીલ્લા પંચાયતનો ચુંટણી જંગ લોહિયાળ બન્યો ગોઠીબ જીલ્લા ભા.જ.પ.નાં ઉમેદવાર અને તેવોના પુત્ર સહીતના લોકોએ નાના અંબેલા ગામે ચુંટણીની આગલીરાતના ત્રણ વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરી હાથ-પગ તોડીનાખ્યાની ઘટના મધ્ય રાત્રી બાદ બનતા કોંગ્રેસના ઉમેદવાર તેમજ મા.જીલ્લા સભ્ય મણીબેન સહીત પોલીસ રાત્રીના દવાખાને પહોચ્યા આગળની કાર્યવાહી કરી હતી. સંતરામપુર તાલુકાના મોટીભુગેડીના ત્રણ સેન્સેટીવ બુથ ઉપર પોલીસનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.
જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીની પૂર્વ રાત્રી લોહીયાળ બની હતી ગોઠીબ જીલ્લા પંચાયતના સભ્ય પ્રકાશ કટારા તેઓના પુત્ર કલ્પેશ કટારા, શંકર માનસીંગ તાવીયાડ, સુરેશ હકજી તેમજ રામસિંગ વિરસીંગ સહીતના લોકોએ ભેગામળીને નાના અંબેલા ગામના વિક્રમ કેહાભાઈ રાવત, સન્તુ ધનાભાઇ પારગી, ભારત અખમભાઈનાઓ ઉપર મારક લાકડીઓ હથિયારો સાથે જીવલેણ હુમલો ચુંટણીની અદાવાદમાં કરી ત્રણ વ્યક્તિઓને ગંભીર રીતે માર-મારતા તેઓને ૧૦૮ મારફતે મધ્ય રાત્રી બાર ૧.૦૦ કલાક સરકારી સ્ટેટ હોસ્પિટલ ખાતે લવાયા હતાં. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં રાત્રીનાજ દાખલ કરાયા હતા. સંતરામપુર પોલીસે સવારે ઘવાયેલા વ્યક્તિઓના જવાબો લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.
સંતરામપુર પોલીસ સ્ટેશનના P.I. ભોઈનાઓએ મીડીયા સાથે વહેલી સવારે વાત કરતાં જણાવ્યું હતું કે ગંભીર ઘટના ઘટી છે. પરતું તે કૃત્યમાં ભા.જ.પ.ના જીલ્લા પંચાયતના ઉમેદવારનું લોકેશન સ્થળ ઉપર હતું નહી.
આમ કહી તેઓએ આરોપીનો બચાવ કરી ઘટના ઉપર ઢાંક પછાડો કરતાં હતા. જ્યારે ઘવાયેલા વ્યક્તિઓ સહીત ના લોકો પ્રકાશ કટારા અને તેના પુત્ર સહીતના અન્ય ત્રણ લોકોના નામો જણાવ્યા હતા જેના વિડીયો સોસ્યલમીડીયામાં વાયરલ થયા હતા.
નાના આંબેલા ખાતેની ઘટનાથી જાણ કોંગ્રેસના ઉમેદવાર અને મહીસાગર જીલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ મણીબેન ડામોર ,અશોકભાઈ રટોડા સહીતના આગેવાનો સરકારી દવાખાને પહોચી ઘવાયેલાઓને પ્રાથમિક સારવાર કરાવી ઘટનાની જાણ સંતરામપુર પોલીસને કરી હતી અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ માટે રાત્રે ૨.૦૦ કલાકે દાખલ કરયા હતાં જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા જોવા મળી હતી તેમજ તે હાથપગ તોડીનાખતા હોય ચાર જેટલા ફેકચર થયેલ હોય લોહીલુહાણ વ્યક્તિઓને સારવારની કામગીરી હાથ ધરાઈ હોતી આમ મહીસાગર જીલ્લા પંચાયતની ગોઠીબ જીલ્લા પંચાયતની ચુંટણી લોહિયાળ
બની હતી.