Charchapatra

મહિલાઓને રાતપાળીની નોકરી શા માટે?

મહિલાઓને સ્વરક્ષણ માટે ગન લાઇસન્સ આપવાની જોગવાઈ થવી જોઇએ, જો તેમની પાસે રાતપાળી કરાવવી હોય તો ખાસ. મજબૂરી ન હોય તો પુરુષ પણ રાતપાળી ન કરે. સૂર્યાસ્ત પછી આદિવાસી મજૂરો પણ બાંધકામની સાઈટ પર ઓવરટાઇમ કરવાની ના પાડે છે. મહિલાઓને રાતપાળી કરવી પડે એ ક્યાં રામરાજ્યની વાત છે? સીતા માતાનાં ચારિત્ર્ય પર શંકા થઈ શકે ત્યાં મહિલાઓને રાતપાળીની નોકરી શા માટે? આ તો કુટુંબો તોડવાની યોજના થઈ. વ્યભિચારનો ગુન્હો રદ થયો. બે કલાક દરે ભાડે મળતી કપલફ્રેન્ડલી હોટલો થઈ અને હવે મહિલાઓને રાતપાળી! રાતપાળી સ્ત્રીઓમાં ઇન્સ્યુલિન પ્રતિકાર અને સર્કેડિયન વિક્ષેપથી વધેલા બ્લડ પ્રેશર દ્વારા સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગના જોખમમાં 40% વધારો કરે છે. પ્રજનન અને હોર્મોન્સ વિક્ષેપો માસિકચક્ર અને મેનોપોઝના લક્ષણોને અસર કરે છે. રાતપાળી પુરુષો કરતાં સ્ત્રીઓના મગજની કામગીરીમાં વધુ વિક્ષેપ પાડે છે અને સંજ્ઞાનાત્મક કાર્યોમાં વધુ ઘટાડો થાય છે, જેના કારણે થાક ઝડપી થાય છે. રાતપાળીથી કામ સંબંધિત ઇજાના જોખમો પણ વધારે છે. મહિલાઓની રાતપાળીનો કાયદો બનાવતા પહેલા ગુજરાતના મુખ્યમંત્રીએ સ્ત્રીઓ, સમાજ અને કુટુંબો પર રાતપાળીની અસરો અંગે કોઈ યુનિવર્સિટી પાસે સંશોધન કરાવવા બજેટ ફાળવ્યું છે?
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી

Most Popular

To Top