ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના નિયમોની વચ્ચે હાલોલની મસવાડ જીઆઇડીસી ખાતેથી વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપાયો
મસવાડ જીઆઇડીસીના એક ગોડાઉનમાંથી અંદાજે 900 જેટલી વિદેશી દારૂની પેટીઓ સાથે ત્રણ આરોપીઓને રૂરલ પોલીસે ઝડપી પાડ્યા.
હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ.જાડેજા સહિત તેઓની ટીમે આજે હાલોલ તાલુકાના મસવાડ ખાતે આવેલી જીઆઇડીસીના એક ઔદ્યોગિક એકમો ખાતે આવેલ એક ઔદ્યોગિક એકમના ગોડાઉનમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાને આજે રવિવારના રોજ સવારના સુમારે ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના મસવાડ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમ વિસ્તારમાં આવેલ એક ઔદ્યોગિક એકમોના પૈકીના એક ગોડાઉનમાં એક કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ જાડેજા પોતાની ટીમ સાથે આજે રવિવારે અંદાજે સવારે 9:30 થી 10:00 વાગ્યાના સુમારે બાતમીવાળા સ્થળે પહોંચ્યા હતા જ્યાં જઈને જોતા એક કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં ખાલી કરવામાં આવી રહ્યો હતો જેમાં સ્થળ પર પહોંચેલ પોલીસને જોઈ કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ગોડાઉનમાં ઉતારી રહેલા બે ઈસમો ઘટના સ્થળેથી ભાગ્યા હતા જ્યારે સ્થળ પરથી એક ઈસમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે ઘટના સ્થળેથી ભાગેલા બે ઈસમોનો પણ રૂરલ પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી તેઓને ઝડપી પાડ્યા હતા અને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા જેમાં કન્ટેનર પાસેથી ઝડપાયેલા ઈસમને પૂછપરછ કરતા તે કન્ટેનરનો ચાલક હોવાનું અને આ વિદેશી દારૂનો જથ્થો તે ગોવાથી લાવીને અહીંયા ખાલી કરવા માટે આવ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું જ્યારે ભાગેલા બે ઈસમોની પૂછપરછ કરતા તેઓ મજૂરો હોવાનું અને કન્ટેનરમાંથી ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં માટે આવ્યા હોવાનું કબૂલ્યું હતું જ્યારે મસવાડ જીઆઇડીસી ખાતે આવેલ આ ઔદ્યોગિક ગોડાઉન વિદેશી દારૂના ધંધા માટે ભાડે રાખવામાં આવ્યું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે જેમાં હાલોલ રૂરલ પોલીસની ટીમે ગોડાઉનમાંથી અંદાજે એક કરોડ રૂપિયા જેટલી કિંમતનો 800 થી 900 જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપી પાડી હતી જેમાં પોલીસે રંગે હાથે વિદેશી દારૂનો કન્ટેનરમાંથી જથ્થો ઉતારતા ત્રણ આરોપીઓ અણડારામ હેમારામ ચાકડ,કમલેશ ભારમલરામ પુડીયા અને રાકેશ કુમાર પુનમારામ ભગુડા ત્રણેય રહે. રાજસ્થાનનાઓની અટકાયત કરી હતી જેમાં આ લોકો બિશ્નોઇ ગેંગના સદસ્યો હોવાની અને આ વિદેશી દારૂના જથ્થા સાથે બ્રીશ્નોઇ ગેંગના મોટા માથા સંડોવાયેલા હોવાની પોલીસ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જેમાં રૂરલ પોલીસે 800 થી 900 જેટલી વિદેશી દારૂ ભરેલી પેટીઓનો જથ્થો તેમજ કન્ટેનર જપ્ત કરી ગોવાથી હાલોલ મસવાડ જીઆઇડીસી ખાલી કરવા માટે આવેલ આ જથ્થો કોનો છે ? કોના ઇશારે આ જથ્થો અહીંયા ઉતારવામાં આવતો હતો ? ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય બુટલેગર કોણ છે ? તેમજ સ્થાનિકોની તેમાં સંડોવણી છે કે નહીં ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને અને ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાની ગણતરી કરી તે મૂળ કેટલી કિંમતનો છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી ઝડપાયેલા ત્રણ આરોપીઓ સહિત અન્ય સંડોવાયેલા લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.