Vadodara

મનીષાબેન વકીલ ના વિધાનસભા ક્ષેત્રમાં રોડની કામગીરી પૂર્ણ નહીં થતાં નાગરિકો હેરાન પરેશાન

ભાજપને વોટ આપ્યો એ અમારી ભૂલ છે પાયાની સુવિધા ન આપી શકતા હવે અમારે વિચારવું પડશે કે વોટ આપવો કે નહીં.

શહેરના બાપોદ જકાતનાકા નજીક તક્ષ ગેલેક્સી મોલની સામે આવેલા શ્રીજી વંદન એપાર્ટમેન્ટ સહિતના વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ નથી રોડ રસ્તાની કામગીરી અધુરી રહેતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે શહેરમાં ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ રોડ રસ્તા ની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી જેથી અવર-જવર કરવામાં મુશ્કેલી થઈ ગઈ છે. રોડ બનવાની મંજૂરી મળી ગઈ હોવા છતાં છેલ્લા 25 દિવસથી રોડનું કામ અધૂરુ છોડી દેતા સ્થાનિકોને હાલાકી નો સામનો કરવો પડે છે ,રોડ પર મોટી મોટી કપચી પાથરી દેવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ મોટી મોટી કપચી પર ટુ વ્હીલર ચલાવતા સ્થાનિકોના વાહનો કેટલાય કપચીની વચ્ચે ફસાઈ જતા ગબડી પડ્યા હતા, જેમાં નાની મોટી ઇજાઓ પણ થવા પામી હતી. વડોદરા શહેરના વાડી વિધાનસભા વિસ્તાર મનિષાબેન વકીલ નો છે મનિષાબેન વકીલને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તે છતાં તેઓ વિસ્તારની મુલાકાતે ના આવ્યા હોય એવું સ્થાનિકોનો કહેવું છે. જેના પગલે સ્થાનિકોએ ધારાસભ્ય મનીષા વકીલ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો..
આ મારી સોસાયટીમાં અવર-જવર કરવાનો રોડ અધુરો છોડી દેવામાં આવ્યો છે.મનીષાબેન વકીલને વારંવાર કહેવા છતાં તેઓ અહી આગળ જોવા પણ આવ્યા નથી તેઓ માત્ર વોટ લેવા માટે જ આવે છે, તમામ જગ્યાએ વડોદરા શહેરમાં ઓવરબ્રિજ બની રહ્યા છે અમારા વિસ્તારમાં 100 મીટર નો રોડ અધૂરો છોડી દીધો છે અમારે અવર જવર કઈ રીતે કરવી વિદ્યાર્થીઓ પણ પોતાની સાયકલ કે સ્કૂટર લઈને જતા આવતા હોય છે અને કેટલાય લોકો આ મોટી કપચીના કારણે પડ્યા પણ છે ઈજાઓ પણ પહોંચી છે જો તમારાથી કામ ન થતું હોય તો હવે પછી આ વિસ્તારમાં વોટ માગવા આવતા નહીં તેવું સ્થાનિકોનું કેવું છે. પહેલા કોર્પોરેશનનુ પાણી બે ટાઈમ આવતું હતું. હવે એ એક જ કલાક આવે છે પાણીની સુવિધા પણ નથી ,રોડની સુવિધા નથી હવે અમારે વિચારવું પડશે કે ભાજપને વોટ આપવો કે નઈ મનીષાબેન વકીલે તો વોટ માગવા આવું જ નહીં એવું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Most Popular

To Top