Madhya Gujarat

મધ્ય ગુજરાતની 17 નગરપાલિકાઓ માટે પ્રભારી અને સંયોજકોની નિયુક્તિ કરાઈ



ધારાસભ્ય કેયૂર રોકડીયા ને ડાકોર નગરપાલિકાની જવાબદારી સોંપાઈ

મધ્ય ગુજરાતની આગામી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વિસ્તૃત રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. આ અંતર્ગત 17 નગરપાલિકાઓ માટે પ્રભારી, સંયોજક અને સહ સંયોજકની નિયુક્તિ કરવામાં આવી છે. આ નિર્ણય સાથે ભાજપે નગરપાલિકાના સ્તરે સંગઠન મજબૂત બનાવવાનું આયોજન કર્યું છે.

સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયૂર રોકડીયાને ડાકોર નગરપાલિકાના પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે. તેમજ, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને હાલોલ નગરપાલિકાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે વિવિધ નગરોલિકાઓ માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે.

Most Popular

To Top