Vadodara

મધુપુત્રનું ફોર્મ રદ થતાં ગુંડાગીરી-ગાળો-તોડફોડ

વડોદરા: અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર દબંગ નેતાના પુત્રને ત્રણ સંતાનો હોવાના મામલે જિલ્લા પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ્દ કરતા જ ઉશ્કેરાયેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, તેના પુત્ર અ્ને ટેકેદારોએ બેફામ અશ્લીલ ભાષામાં ગાલીગલોચ કરીને તોડફોડ આદરતા હિંસક ઘટનાથી સનસનાટી મચી ગઈ હતી.

અન્ય પક્ષના દાવેદારોને પણ સકંજામાં લેવાનો ટોળાએ પ્રયાસ કર્યો હતો. વડોદરા મહાનગર પાલિકની ચૂંટણી ફોર્મની ચકાસણી કુબેરભવન ખાતે હાથ ધરાઈ હતી. વોર્ડ નં. 15 માં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર દિપક શ્રીવાસ્તવના ફોર્મ રદ્દકરવા બાબતે ભાજપના ઉમેદવાર આિશષ જોષીએ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.

બેથી વધુ સંતાન હોય તો ઉમેદવાર ચૂંટણી લડવા ગેરલાયક ઠરે તેવો કાયદો હોવાથી દિપક શ્રીવાસ્તવને ત્રણ સંતાનો હોવાની ભાજપે પુરાવા સહ અરજ ગુજારતા ગણતરીની પળોમાં તો ઉશ્કેરાયેલા ટોળાએ પુર્વ આયોજીત કાવતરુું રચાયું હોય તેમ અત્યંત ગલીચ ભાષામાં બેફામ ગાળાગાળી કરતા તોડફોડ આદરી હતી.

કેબીનની કાચના તો ભુક્કા બોલી ગયા હતા. ઈિતહાસમાં કયારેય ના બની હોય તેવી ઘટનાના પગલે નાસભાગ મચી ગઈ હતી. બંને પક્ષોના ધારાશાસ્ત્રીઓએ સામસામે દલીલો કરતા જ ઉહાપોહ મચી ગયો હતો. તમામ ન્યાયીક પુરાવાને ધ્યાને લેતા ચૂંટણી કમિશનરે ફોર્મ રદ્દ કરવાનો હુક કરતા જ માથાભારે મનાતા દબંગ નેતા અને તેમના ટેકેદરોએ પોત પ્રકાશ્યું હતું. હાજર પોલીસ કાફલાએ બળપ્રયોગ કરીને ટોળાને બહાર કાઢયા હતા અને કચેરી ખાલી કરાવી હતી.

દત્તક સહિતનાં ત્રણ સંતાનો હોવાથી દીપક શ્રીવાસ્તવનું ઉમેદવારીપત્ર રદ


વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાના પ્રથમ દિવસે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર દિપક શ્રીવાસ્તવને ત્રણ સંતાન હોવાની ભાજપના ઉમેદવારે કરેલી વાંધા અરજી પછી ચૂંટણી અધિકારીએ દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ કરતા દિપક શ્રીવાસ્તવની હાલત બાવાના બેઉ બગડયા જેવી સ્થિતિ થઈ હતી.
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા પછી ફોર્મ ચકાસણી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. વોર્ડ મુજબ જિલ્લા કલેકટર નર્મદા ભવન કુબેર ભવન અને જિલ્લા પંચાયતમાં ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

વોર્ડ મુજબ ઉમેદવારને સમયાંતરે બોલાવવામાં આવ્યા હતા. ચકાસણી દરમિયાન વોર્ડ નં. 15 ના ભાજપના કાઉન્સીલર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના અંગત આશીષ જોષીએ પ્રતીસ્પર્ધી દિપક શ્રીવાસ્તવને સંતાનમાં બે દીકરી અને એક દિકરો હોવાનું જણાવતા સોગંદનામાંમાં બે બાળકનો ઉલ્લેખ કરેલ છે.

તેથી ચૂંટણી અિધકારી સમક્ષ ફર્મ રદ્દ કરવાની માંગ કરી હતી. આશીષ જોષીએ જન્મ મરણ વિભાગમાં નોંધાયેલા ત્રણ બાળકોના રેકર્ડ પુરાવા તરીકે રજુ કર્યા હતા. તે મુજબ દિપકની પ્રથમ પુત્રી ક્રિશાના જન્મ તા. 13 ઓગસ્ટ 2012 બીજા પુત્રી પ્રતિષ્ઠાનો જન્મ 8 મે 2017 અને પુત્ર ધિરાજના જન્મ તા. 22 ઓકટોબર 2020 નો પુરાવો રજૂ કર્યો હતો.

ત્રણેય સંતાનની પાછળ દિપક શ્રીવાસ્તવનું નામ િપતા તરીકે દર્શાવવામાં આવ્યંુ છે. આ ઉપરાંત દિપક શ્રીવાસ્તવના ત્રણ મકાનો છે જેના વેરા બાકી હોવાની રજૂઆત કરી હતી. ચૂંટણી અિધકારીએ બે વખત વાંધા અરજીની દલીલો સાંભળીને િદપક શ્રીવાસ્તવના રેકર્ડ અાધારીત ત્રણ સંતાનોના પુરાવા થતા હોય િદપક શ્રીવાસ્તવનું ઉમેદવારીપત્ર અમાન્ય ઠેરવ્યું હતું.

હાર નિશ્ચિત જણાતા ભાજપે કાવાદાવા કર્યા : દીપક


ભાજપ સામે બળવાખોરી કરીને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર દીપક શ્રીવાસ્તવે સોગંદનામામાં સંતાનોની વિગત છુપાવીને ફોર્મ રદ્દ થતા બેબાકળા બનીને હરકત ભાજપની હોવાનું જણાવી પોતે સ્વચ્છ અને ચોખ્ખા હોવાનું જણાવ્યું હતું કે, દીપક ભાજપમાં બે ટર્મથી જીતીને આવ્યા પછી જયારે અપક્ષમાંથી વોર્ડ નં. 15 માં ઉમેદવારી નોંધાવી હતી.

જયારે આ વોર્ડમાં ભાજપની હારની બીક ઘુસી જતાં બેઠક ગુમાવવી ના પડે તે માટે એડીચોટીનું જોર લગાવી ફોર્મ રદ કરવાના કાવાદાવા કર્યા છે. ભાજપ અને અપક્ષ બંનેમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપે મેન્ડેટ નહીં આપતા અપક્ષમાંથી લડવાનું નક્કી કર્યું હતું.

આ બેઠક પર મારી જીત નિશ્ચિત હોઈ આ હરકત કરવામાં આવી છે. સોગંદનામામાં બે સંતાનના એક પુત્ર અને પુત્રીનો ઉલ્લેખ કર્યો છે. ફોર્મ રદ થવા છતાં અપક્ષમાંથી કાઢીને જીતીશ તેવો દિપકે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top