હાલમાં ગુજરાત અને સાથે ભારતનાં ઘણાં બધાં રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે એમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા આ અભિયાનમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાનાં શિક્ષકોને પણ આ કામગીરી સોંપવામાં આવી છે અને શાળામાં માત્ર એક શિક્ષક કે બે શિક્ષક દ્વારા શિક્ષણકાર્ય ચલાવવામાં આવે છે. શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થી શાળામાં ભણવા જાય છે. પરંતુ ભણાવનાર સ્કૂલમાં કોઇ હોતું જ નથી. શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના મોં જોઇને પાછા ફરે છે. આ પરિસ્થિતિ એક બે દિવસની નથી.
આ તો 4 થી ડિસેમ્બર સુધી ચાલનારા અભિયાનની છે. આની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર ચોક્કસ જ પડશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નગરપાલિકા સંચાલિત શાળાનાં શિક્ષકોને જ લેવામાં આવ્યાં છે. ખાનગી સ્કૂલનાં શિક્ષકોને નહીં. તો આવું શા માટે?
અડાજણ, સુરત – શીલા ભટ્ટ સુ. ભટ્ટ