Vadodara

મકરપુરામાં 20 વર્ષની યુવતીનો આપઘાત

ચોથા માળેથી છલાંગનો CCTV વીડિયો સામે આવ્યો, કારણ હજુ રહસ્ય


વડોદરા તા. 4
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગના ચોથા માળેથી નીચે છલાંગ લગાવી આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં Makarpura Police તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. યુવતી ચોથા માળેથી નીચે પડતી હોવાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
હવેલી રેસકોમ રેસીડેન્સીમાં રહેતી ભૂમિબેન ભદાણી (ઉ.વ. 20) 31 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હાજર હતી. દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તે ફ્લેટના ચોથા માળે પહોંચી ગઈ અને ત્યાંથી નીચે છલાંગ લગાવી હતી. આસપાસના રહીશોએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે મૃતદેહને Sayaji Hospital ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ અકબંધ છે. પોલીસ પરિવારજનો, પાડોશીઓ અને મિત્રોની પૂછપરછ કરી રહી છે. યુવતીના અચાનક આપઘાતથી પરિવારજનો પર શોક છવાઈ ગયો છે.

Most Popular

To Top