સિટી પોલીસને જોઇ ઇસમ છૂપાઇ જતાં શંકાના આધારે તેને ઝડપી પાડી તપાસ કરતાં આશરે દસ ઇંચની લંબાઇ વાળો ધારદાર છરો કમરના ભાગેથી મળી આવ્યો
( પ્રતિનિધિ) વડોદરા તા.01
સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પોલીસને જોઇ છૂપાઇ જવાની કોશિશ કરનાર શંકાસ્પદ ઇસમને ઝડપી તપાસ કરતાં તેની પાસેથી કમરના પેન્ટના ભાગેથી છૂપાવેલો ધારદાર છરો મળી આવતા તેની અટક કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ગત તા.31મે ના રોજ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ મંગળબજાર સિટી પોઇન્ટ નાકા પાસે એક શંકાસ્પદ ઇસમ છૂપાઇ જવાની કોશિશ કરતા પોલીસે શંકા જતાં તેને ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઇમ્તિયાઝ અલ્લારખા શેખ હોવાનું તથા પોતે મકાન નંબર 301,ચોથા માળે, મસ્ત એપાર્ટમેન્ટ,અજબડીમીલ,છોટે મસ્તાન દરગાહ પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું તેની તપાસ કરતાં પેન્ટના ખિસ્સામાંથી આશરે દસ ઇંચ લંબાઇવાળો ધારદાર તિક્ષણ છરો મળી આવ્યો હતો આ છરો શા માટે લઇને ફરે છે તેમ પૂછતાં તેણે ગલ્લા તલ્લાં કરતાં પોલીસે તેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.