વડોદરા: ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે માસૂમ બાળકોની તકરારમાં ઉશ્કેરાયેલા એક જ કોમના બે જુથ વચ્ચે મારામારી થતાં પાંચ હુમલાખોરોએ િતક્ષ્ણ તલવારના ઘા આધેડને માર્યા હતા અને એરગનથી ફાયરિંગ કરતા અતિસંવેદનશીલ કહેવાતા ફતેપુરા િવસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
શહેરના ફતેપુરા િવસ્તારમાં આવેલ મંગલેશ્વર ઝાંપા પાસ રહેતા પરિવારના િકશોરો સવારે રમતા રમતા ઝઘડી પડયા હતા અને એક કિશોરે મારઝુડ કરીને બચકા ભર્યા હતા. નજીવી બાબતે સાંજે ઉગ્ર પડઘા પડતા સનસનાટી મચી ગઈ હતી. સંજરી િચકન નામે દુકાન અને લારી ધરાવતા સોહેલ મનસુરીના ભાઈ સમીર મનસુરીના પુત્ર સાથે પડોશીના પુત્રએ તકરાર કરી હોવાથી તેના પરિવારને કહેવા ગયા હતા.
નજીવી બાબતે સવારે થયેલી બોલાચાલીનો પડઘો સાંજે પડયો હતો. મકસુદ, મોસીન, મુનાફ, તન્નુ અને બીજા બે ઈસમો ઉશ્કેરાઈને સમીર મનસુરી અને તેના પરિવાર પર સશસ્ત્ર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. િબલ્ડરનો વ્યવસાય કરતા સમીર મનસુરીને માથા તથા ચહેરાના ભાગે તલવારના ઘા ઝીંકી દેતા સમીર મનસુરી લોહીના ખાબોચીયામાં ફસડાઈ પડયા હતા.
હુમલાખોરોએ ધડાકાભેર એરગનમાંથી ફાયરિંગ પણ કર્યું હતું. આતંક મચાવીને હુમલો કર્યા બાદ સશસ્ત્ર ટોળુ નાસી છુટયુ હતું. જો કે ઈજાગ્રસ્તના પરિવારજનો ગણતરીની પળોમાં ઘટના સ્થળે ધસી ગયા હતા અને પોલીસને જાણ કરતા ફાયરિંગની ચર્ચાએ સમગ્ર ફતેપુરામાં ઉતેજના જગાવી દીધી હતી. ઘટનાસ્થળે તુરંત પહોંચી ગયેલ ક્રાઈમ બ્રાંચ અને સીટી પોલીસે એકત્ર ટોળાને િવખેરી નાખ્યા હતા અને એમ્બ્યુલન્સદ્વારા ઈજાગ્રસ્ત સમીર મનસુરીને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડયા હતા.
એરગનમાંથી ફાયરિંગ કરેલ છરો મળ્યો
પોલીસે સ્થળ તપાસ કરતા ફાયરિંગના અહેવાલને સમર્થન મળ્યું હતું. એરંગનથી ફાયરિંગ કરેલ છરો પોલીસે ઘટના સ્થળેથી કબજે કર્યો હતો. હુમલાખોરોમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા નામચીન ઈસમો હોવાનું જાણવા મળ્યું હતું.
હુમલાખોર રોકેટ લોન્ચરના ગુનામાં પકડાયો હતો
ઈજાગ્રસ્ત સમીરના ભાઈ સોહેલે આરોપીઓના ગુનાઈત ભૂતકાળનો ઈતિહાસ જણાવ્યો હતો. હુમલાખોરોમાં એક તો રોકેટ લોન્ચરના ગંભીર ગુનામાં પકડાયો હતો. સ્થાનિક વિસ્તારમાં ટપોરી અને લુખ્ખાગીરી કરતા ઈસમો અનેક વખત ગંભીર ગુનાઓ આચરી ચુક્યા હોવાથી સ્થાનિક રહીશોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.