ક્રિકેટ સટ્ટા અને ફ્રોડના ગુનામાં સંડોવાયેલા તુષારના પુત્ર પુત્ર રીષી આરોઠે રૂપિયા થેલામાં ભરી મોકલાવ્યાં
એસઓજીની ટીમે પૂર્વ ક્રિકેટરના પ્રતાપગંજના ઘરે દરોડો પાડ્યો
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પૂર્વ વડોદરા રણજી પ્લેયર અને કોચ રહી ચૂકેલા તુષાર આરોઠે સહિત ત્રણ જણાની 1.39 કરોડ જેટલી માતબર રકમ સાથે ધરપકડ કરી લીધી છે. આટલી મોટી રકમ પૂર્વ ક્રિકેટરના પુત્ર રીષી આરોઠેએ મોકલી હોવાની માહિતી છે. જેથી એસઓજીઓ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલમાં ક્રિકેટ ફિવર છવાયેલો છે કારણ કે મોટાભાગ લોકો વનડે હોય કે ટી ટ્વેન્ટીની મેચ ચાલતી હોય પરંતુ લાખોનો સટ્ટો રમાતો હોય છે. જેમાં મોટા બુકીઓ વિવિધ આઇડી આપીને ક્રિકેટ પર સટ્ટો રમાડે છે. આઇડીના આધારે સટ્ટો રમતા હોય સટોડિયાઓને પોલીસ પકડી શકતી નથી. રવિવારે એસઓજીની પીઆઇ વી એસ પટેલને બાતમી મળી હતી કે પૂર્વ ક્રિકેટરના પુત્ર અને અગાઉ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસોમાં સંડોવાયેલા આરોપી રિષી આરોઠે (રહે.જે-1 એપાર્ટેમેન્ટ રોઝરી સ્કૂલ સામે પ્રતાપગંજ)ના ઘરે થેલામાં મોટી માત્રામાં રૂપિયા આવ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે રીષી આરોઠેના મકાનમાં રેડ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મકાનમાં તેના પિતા અને પૂર્વ રણજી પ્લેયર તથા કોચ તુષાર આરોઠે સહિત અન્ય બે શખ્સો વિક્રાંત રાયપતવાર તથા અમિત જળીત હાજર મળી આવ્યા હતા. તુષાર આરોઠે પાસેના થેલામાં તપાસ કરતા 1.01 કરોડ રૂપિયા જ્યારે બે સાગરીતો પાસેથી 38 લાખ પણ મળી આવ્યા હતા. એસઓજી ત્રણ પાસેથી રા. 1.38 કરોડની માતબર રકમ સાથે પૂર્વ ક્રિકેટર સહિત ત્રણ જણાની ધરપકડ કરી હતી. ત્યારે આટલી મોટી ક્રિકેટ સટ્ટાનો આરોપી રીષી ક્યાં લાવ્યો હતો, કેવી રીતે મોકલી હતી તે દિશામાં એસઓજી પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે. એસઓજી પીઆઇ વી એસ પટેલે જણાવ્યું હતું કે રીષી આરોઠેએ કરોડોની રકમ મોકલી હોવાની બાતમીના આધારે અમારી ટીમે તેના ઘરે જઇને તપાસ કરી હતી ત્યારે તુષાર આરોઠે પાસેના થેલામાંથી રુ 1.01 કરોડ મળ્યા હતા . જેથી પિતા પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે. તેના પુત્રની શોધખોળ હાથ ધરી છે. જે મસમોટી રકમ મળી આવી છે તેની તપાસ કરાઇ રહી છે.
ચાર વર્ષ અગાઉ તુષાર આરોઠે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપાયાં હતા
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પૂર્વ રણજી ક્રિકેટર તુષાર આરોઠે સહિત 19 ખાનદાની નબીરાઓ ચાર વર્ષ અગાઉ 2019માં અલકાપુરી વિસ્તારમાં આવેલી એક હોટલમાં પ્રોજેક્ટ પર ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને પૂર્વ કોચ અને રણજી પ્લેયર તુષાર આરોઠે સહિત 19 જણાની ધરપકડ કરી હતી. જેના પગલે સમગ્ર ક્રિકેટ જગતમાં સોપો પડી ગયો હતો.
બોગક્સ- તુષાર આરોઠે મહિલા ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા
પૂર્વ કોચ અને રણજી પ્લેયર તુષાર ભાલચંદ્ર વડોદરાના ક્રિકે ટ જગતમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ 1985 અને 2003-04માં બરોડો ક્રિકેટ ટિમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓલ રાઉન્ડર તરીકે મેચ રમી ચૂક્યા છે. તેમની વડોદરાની રણજી ટીમમાં 100થી વધુ મેચો રમનારા ક્રિકેટરોમાં ગણતરી કરાય છે. વર્ષોથી ક્રિકેટ જગતમાં બહોળો અનુભવ ધરાવતા હોવાના કારણે નિવૃત થયા બાદ તેઓ ઘણી ટીમો સહિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. ત્યારે ફરીવાર 1.39 કરોડ જેટલી માતબર રકમ સાથે તેની ધરપકડ કરાતા બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ખળભળાટ જવા પામ્યો છે.
બોક્સ- ક્રિકેટ સટ્ટાના આરોપી હાલમાં બેંગ્લોર ખાતે ઇવેન્ટ મેનેજરનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું
પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર રીષી આરોઠે પણ ક્રિકેટમાં પગરણ કર્યું હતું પરંતુ તેઓ ક્રિકેટમાં ઝાઝુ પ્રદર્શન બતાવી શક્યો ન હતો. જેથી રીષીએ ક્રિકેટ સાથે છેડો ફાડી નાખ્યો હતો. હાલમાં સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રીષી આરોઠે બેંગ્લોરમાં રહે અને ઇવેન્ટે મેનેજર તરીકે કામ કરે છે. જેથી તેણે બેંગ્લોરથી આટલી મોટી રકમ આંગડિયા મારફતે મોકલાવી હોવાની જાણ એસઓજીની થતા તેના ઘરે પહોંચી કરોડોની રકમ જપ્ત કરાઇ છે.