અઢળક ધન સુખનો જેને તોટો નથી, પણ માણસ ધન ભૂખ્યો છે તેની અતૃપ્ત ધન લાલસા કદી તૃપ્ત થતી નથી. અતિ સંપતિ કયાં ઠેકાણે પાડવી તેના ચક્કરમાં અનિદ્રાનો ભોગ બને છે. જેની પાસે કંઇ જ નથી એવા નિર્ધન ભિખારીઓ પણ દાન કરે છે એ જ ખરો દાની. અતિ સર્વત્ર વજર્યતે. મર્યાદા બહારની સંપિત (યહી હૈ જીંદગી પિકચર) સંતાનોને બગાડે છે. વારસો કદી ટકતો નથી. શ્રમિકને કદી ઉંઘની ગોળી લેવી પડતી નથી. શ્રમ પ્રધાન સમાજ હશે તેને કદી આરોગ્યધામ (સેનેટોરીયમ)માં જવાની જરૂર પડતી નથી. શ્રમિકને રૂના ગાદલા પર ઉંઘ આવતી નથી. ઉપર આભ અને નીચે ધરતી પર ઘસઘસાટ ઉંઘતો હોય છે.
સુરત – સુનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.