60 થી 70ના દાયકામાં કોંગ્રેસ સરકાર એટલે ઇંદિરા ગાંધીએ ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકયો અને થોડા દિવસ ભિખારીઓને જેલભેગા કર્યા. પછી જેસે થે? પણ આજે એડિનબર્ગ, ઇંગ્લેન્ડના ભિકારીઓના સમૂહે પોતાના માટે દસ મુદ્દાની આચારસંહિતા ઘડી છે. ભીખ માંગતી વેળાએ ખોટું ન બોલવું અને સોગંદ ન ખાવા. નમ્રતાથી ભીખ માંગવી અને કોઇ ભિક્ષા ન આપે તો તેની પાછળ ટટળ્યા કરવું નહીં. ભીખ માગતી વેળાએ રસ્તે ચાલતા જતાં લોકોને સતાવવા નહીં. ભીખ માંગવાની જગ્યાની આસપાસનો કચરો સાફ કરી નાખવો. ધમકીનો આશરો લેવો નહીં. કોંગ્રેસે ભિખારીઓને અપીલ કરી કે દુર્વ્યવહાર કરીને ભિક્ષાવૃત્તિના વ્યવસાયની આબરૂ ગુમાવવી નહીં. ત્યારે આપણે ત્યાં સ્ટેશન પર રસ્તા પર કે આપણે આંગણે આવીને ભિખારીઓ કેવું કેવું વર્તન કરે છે?
ગંગાધરા -જમિયતરામ ભટ્ટ