*
શહેરમાં શનિવારે મોડી સાંજે તીવ્ર પવન સાથે વીજળી અને વાદળોના ગળગળાટ વચ્ચે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન અંદાજે પચાસ કિ.મી.ની ઝડપે પવન અને વરસાદ પડતાં શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રેલ્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે તીવ્ર પવનને કારણે શેડ ધરાશાઇ થતાં ત્યાં કામ કરી રહેલા મજૂરો જેમાં મહિલાઓ, બાળકો પુરુષો મળી અંદાજે 9 જેટલા લોકોને ઇજા પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્ત લોકોને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બાકીના લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. વિશ્વામિત્રી રેલવે સ્ટેશન બહારના શેડની આડમાં વરસાદ પવનથી બચવા લોકો આશરો લીધો હતો તેઓ પર પવનને કારણે શેડ પડતા 9 લોકોને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
*ઇજાગ્રસ્તોની યાદી*
1. વિજય રામસિંહ પરમાર શ(ઉ.વ. 27) -જમણા હાથે તથા કાનમાં ઇજા
2. આયુષ વિજયભાઈ પરમાર (ઉ.વ. 6) ચહેરા તથા બંને હાથમાં ઇજા, ભાનમાં છે
3. વિપુલ ઇશ્વરભાઇ પલાસ (ઉ.વ. 20) – ચહેરા તથા બને હાથમાં ઇજા-ભાનમાં છે
4. હંસાબેન વિજયભાઇ પરમાર (ઉ.વ.25) કમરના ભાગે તથા બંને પગે ઇજા ભાનમાં
5. તેજલબેન વિજયભાઇ પરમાર (ઉ.વ.5) ચહેરા તથા બંને હાથમાં ઇજા, દુખાવો, ભાનમાં છે.
6. રાજલ વિજયભાઇ પરમાર (ઉ.વ. 12) – કમરના ભાગે તથા પેટ પર ઇજા થી દુખાવો, ભાનમાં છે
7. કલ્પેશ ગેંદાભાઇ માલીવાડ (ઉ.વ.26) ચહેરા તથા જમણી સાઇડ છાતીમાં ઇજા થી દુખાવો, ભાનમાં છે
8. રાજન ઇશ્વરભાઇ પલાસ (ઉ.વ. 10) બેભાન હાલતમાં છે
9. ગીતાબેન હિમાભાઇ (ઉ.વ.15) જમણા પગમાં ઇજા તથા દુખાવો
ભારે પવન, ગાજવીજ સાથેના વરસાદમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશનનો શેડ પડતા 9 મજૂરોને ઇજા
By
Posted on