Vadodara

ભારે ઘોંઘાટ કરતા ટેસ્ટ ઓફ વડોદરાનો સ્થાનિકો દ્વારા વિરોધ

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તાર માં ટેસ્ટ ઓફ વડોદરાનો પ્રોગ્રામ આયોજિત થયો છે. ત્યાં મસમોટા સ્પીકર પર ગીતો અને ડિસ્કો લાઈવ પણ થતું હોય છે . ત્યાં સાંજ પડે લોકો મનોરંજન અને ખાણી પીણીની મોજ માણવા આવતા હોય છે. લક્ષ્મીપુરા વિસ્તાર ના નગરજનો ની ફરિયાદ છે કે અમે આ ઘોંઘાટથી કંટાળી ગયા છીએ. અમે શાંતિ થી સૂઈ શકતા નથી. અહી આસપાસ ઘણા સિનિયર સિટીઝન પણ રહે છે , જે આ અવાજના પ્રદુષણ થી પૂરતી ઉંઘ લઈ શકતા નથી. માટે આ ટેસ્ટ ઓફ વડોદરા બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે.
વિરોધ વધતા પોલીસ નો કાફલો પણ લક્ષ્મીપુરા પહોંચ્યો હતો . ત્યાં અવાજ માપવાના યંત્ર થી અવાજ ચકાસતા માન્ય સ્તર કરતા વધારે જણાયો હતો. પોલીસ જો પગલાં નહિ લે તો રહીશોએ કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.

Most Popular

To Top