ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો પ્રારંભ પહેલગામ હુમલાથી થયો ત્યારે પણ સવાલો પેદા થયા હતા કે જમ્મુ-કાશ્મીરમાં આટલું જડબેસલાક સુરક્ષા નેટવર્ક છે તો પણ તેને ભેદીને ત્રાસવાદીઓ છેક પહેલગામ કેવી રીતે પહોંચી ગયા? શા માટે ગુપ્તચર તંત્રને તેની જાણ ન થઈ? જો ગુપ્તચર તંત્રને જાણ હતી તો કેમ પહેલગામની બૈસરણ ખીણમાં એક પણ સુરક્ષા કર્મચારી નહોતો? પાંચ આતંકવાદીઓ હુમલો કરીને સહીસલામત છટકી કેવી રીતે ગયા? ભારતનું સુરક્ષા તંત્ર તેમને કેમ પકડી નથી શક્યું? આવા સવાલોના જવાબો આપવાને બદલે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો અને અચાનક યુદ્ધવિરામ કરીને નવા સવાલો ઊભા કર્યા છે.
ટેક્નિકલી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જાહેર કરવામાં આવ્યું નથી તો યુદ્ધવિરામ કેવી રીતે થાય? તેમ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ભારતના કે પાકિસ્તાનના વડા પ્રધાન દ્વારા નહીં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કેમ કરવામાં આવી? જો ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ રોકવામાં અમેરિકાએ મધ્યસ્થી કરી હોય તો ભારત દ્વારા તેનો સ્વીકાર કરવાને બદલે કેમ કહેવામાં આવ્યું કે આ બે દેશો વચ્ચેનો મામલો છે? શિમલા કરારમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદનો હલ દ્વિપક્ષી રીતે કરવામાં આવશે; તેમાં ત્રીજા કોઈ દેશની મધ્યસ્થી સ્વીકારવામાં આવશે નહીં, તો પછી એવા ક્યા સંયોગો પેદા થયા હતા કે ભારતે અમેરિકાની મધ્યસ્થી સ્વીકારવી પડી? શું આ રીતે યુદ્ધવિરામ સ્વીકારીને સરકારે ભારતની સ્વતંત્રતા ખતરામાં નથી મૂકી દીધી?
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલુ થયો હતો ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મધુબનીની ચૂંટણી સભામાં સિંહગર્જના કરી હતી કે આતંકવાદીઓને ધરતીના કોઈ પણ છેડામાંથી શોધી કાઢીને મારવામાં આવશે. પહેલગામમાં હુમલો કરનારા પાંચ આતંકવાદીઓને પણ ભારત હજી સુધી પકડી શક્યું નથી; તો પછી યુદ્ધવિરામની ઘોષણા ક્યા કારણે કરવામાં આવી? તે પણ જ્યારે સંઘર્ષમાં ભારતનો હાથ ઉપર હતો ત્યારે શસ્ત્રો કેમ હેઠાં મૂકી દેવામાં આવ્યાં? શા માટે આવા તમામ સવાલોના જવાબો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રજાને આપવામાં આવતા નથી?
સીએનએનએ અમેરિકન અધિકારીઓને ટાંકીને ખુલાસો કર્યો છે કે ભારતીય હુમલા દ્વારા નૂર ખાન એરબેઝના વિનાશ બાદ પાકિસ્તાન ખૂબ જ ડરી ગયું હતું. પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તૂટી ગઈ હતી અને ભારતીય મિસાઇલોને અટકાવવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી. એવું લાગતું હતું કે ભારત આગામી થોડા કલાકોમાં પાકિસ્તાનનાં તમામ લશ્કરી થાણાંઓ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરશે. આ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને ત્યાર બાદ અચાનક યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
જે.ડી. વાન્સે વડા પ્રધાન મોદીને ફોન કઈ ખતરનાક ગુપ્ત માહિતી આપી, જે જાણ્યા પછી ભારત યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયું? આ માહિતી એટલી સંવેદનશીલ હતી કે જે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક દિવસ પહેલાં જ કહ્યું હતું કે તેને આ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે અચાનક હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને ભારત સાથે યુદ્ધવિરામ માટે વાત કરવી પડી હતી. સીએનએન અનુસાર અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને ડર હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ શકે છે, જેના પરિણામે જે.ડી. વાન્સે મોદીને ફોન કર્યો હતો.
અમેરિકન મિડિયા રિપોર્ટ અનુસાર નૂર ખાન એરબેઝના વિનાશ પછી પાકિસ્તાન ખૂબ જ ડરી ગયું હતું અને તેને લાગ્યું કે હવે ભારત તેનાં ઉચ્ચ મૂલ્યનાં લક્ષ્યો પર હુમલો કરવા જઈ રહ્યું છે. નૂર ખાન એરબેઝ પાકિસ્તાની વાયુસેનાનું સૌથી સંવેદનશીલ એરબેઝ છે અને ભારતે અહીં ઊંડા હુમલા કર્યા હતા. પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રડાર પ્રણાલી ભારતીય શસ્ત્રોને બિલકુલ અટકાવવામાં સક્ષમ ન હતી, જેના કારણે પાકિસ્તાન પાસે ભારતીય હુમલાઓને રોકવા માટે કંઈ સાધન નહોતું.
પાકિસ્તાનનાં મિસાઇલો ભારતને નુકસાન પહોંચાડી રહ્યાં ન હતાં, જેના કારણે પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં હતું અને કોઈક રીતે યુદ્ધમાંથી બહાર નીકળવા માંગતું હતું. યુદ્ધનો અંત આણવા માટે પાકિસ્તાન અણુબોમ્બ વાપરવા તૈયાર થઈ ગયું હતું. આ સમાચાર અમેરિકા મારફતે ભારતને મળ્યા ત્યારે જીતી રહેલું ભારત યુદ્ધવિરામ કરવા તૈયાર થઈ ગયું હતું. જો સીએનએનનો આ રિપોર્ટ સાચો હોય તો તેનો અર્થ એવો થાય કે પાકિસ્તાનના સંભવિત અણુ હુમલાના ભયથી ભારતના વડા પ્રધાન મોદી યુદ્ધવિરામ કરવા તૈયાર થઈ ગયા હતા.
હવે જ્યારે ભારતે સંઘર્ષ ચાલુ કર્યો ત્યારે જ ભારતને ખબર હતી કે પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે અને તે તેનો ઉપયોગ પણ કરી શકે છે. જો પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે તો ભારત પાસે પણ છે. જો પાકિસ્તાન અણુબોમ્બનો ઉપયોગ કરી શકે છે તો ભારત પણ કરી શકે છે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો તે બંને દેશો માટે વિનાશક પુરવાર થાય, તેમાં કોઈ બેમત નથી; પણ તેનો વિચાર સંઘર્ષનો પ્રારંભ કરતાં પહેલાં કરવો જોઈએ. સંઘર્ષ શરૂ કર્યા પછી જો અણુયુદ્ધના ડરથી યુદ્ધવિરામ કરવામાં આવ્યો હોય તો તે કાયરતા કહેવાય કે અવિચારી પગલું જ કહેવાય કે નહીં?
આ અંગે સંરક્ષણ વિશ્લેષક બ્રહ્મા ચેલ્લાનીએ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જીતના જડબામાંથી હાર છીનવી લેવી એ ભારતીય રાજકારણની લાંબા સમયથી ચાલતી પરંપરા રહી છે. તેમણે પોતાના હેન્ડલ પર કેટલાંક ઉદાહરણો પણ શેર કર્યાં છે. *૧૯૪૮: ભારત જમ્મુ અને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જાય છે અને પછી યુદ્ધવિરામ માટે સંમત થાય છે, જ્યારે ભારતીય દળો વિજય તરફ આગળ વધી રહ્યાં હતાં.
*૧૯૫૪: કોઈ પણ સોદાબાજી વિના ભારતે તિબેટમાં તેના વધારાના પ્રાદેશિક અધિકારો છોડી દીધા અને ચીનના તિબેટ ક્ષેત્રને માન્યતા આપી. *૧૯૬૦: ભારતે તેના દુશ્મન પાકિસ્તાન માટે સિંધુ નદીનાં પાણીનો ૮૦ ટકા ભાગ અનામત રાખવાની સંધિ પર હસ્તાક્ષર કર્યા. *૧૯૬૬: ભારતે અત્યંત વ્યૂહાત્મક હાજી પીર પાકિસ્તાનને પરત કર્યું, જેનાથી ૧૯૬૫નું યુદ્ધ શરૂ થયું હતું, જે પાછળથી પાકિસ્તાન માટે ભારતમાં આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા માટે લોન્ચપેડ બની ગયું. *૧૯૭૨: શિમલામાં ભારતે પાકિસ્તાન પાસેથી બદલામાં કંઈ મેળવ્યા વિના વાટાઘાટોના ટેબલ પર પોતાના યુદ્ધમાં થયેલા બધા લાભો વહેંચી દીધા.
*૨૦૨૧: ૨૦૨૦ માં લદ્દાખના મુખ્ય સરહદી વિસ્તારોમાં ચીનના ગુપ્ત ઘૂસણખોરી બાદ ભારતે વ્યૂહાત્મક કૈલાશ હાઇટ્સ ખાલી કરી હતી. આ ટેકરીઓ એટલી મહત્ત્વપૂર્ણ હતી કે વાટાઘાટોમાં ચીન પર દબાણ લાવવા માટે તે ભારતનું એકમાત્ર મજબૂત કાર્ડ હતું અને પછી લદ્દાખના અમુક વિસ્તારોમાં ચીન દ્વારા તૈયાર કરાયેલ બફર ઝોન માટે ભારત સંમત થયું. *૨૦૨૫: આતંકવાદી પ્રોક્સીઓ દ્વારા પાકિસ્તાનના ચાર દાયકા લાંબા યુદ્ધનો અંત લાવવા માટે, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું પરંતુ ત્રણ દિવસ પછી કોઈ સ્પષ્ટ ઉદ્દેશ પ્રાપ્ત કર્યા વિના તેને રદ કરવામાં આવ્યું.
ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ વેદ મલિકે પણ તેમના X હેન્ડલ ‘સીઝફાયર ૧૦ મે ૨૫’ઉપર એક પોસ્ટમાં લખ્યું કે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહીથી શું વ્યૂહાત્મક રાજકીય લાભ થયો? તે પૂછવાનું આપણે ભારતના ભાવિ ઇતિહાસ પર છોડી દીધું છે. ભૂતપૂર્વ ભારતીય સેના વડા મનોજ એમ. નરવણેએ સોશ્યલ મિડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે જમીન, સમુદ્ર અને હવાઈ લશ્કરી કામગીરી બંધ કરવી એ ખૂબ જ સ્વાગતયોગ્ય વાત છે. લાંબા ગાળાના ઉકેલ માટે આપણે અન્ય મોરચે દબાણ જાળવી રાખવું પડશે. આપણે ઘટના આધારિત પ્રતિક્રિયાઓ ન આપી શકીએ અને આતંકવાદી હુમલામાં જીવ ગુમાવી શકીએ નહીં. ભવિષ્યમાં બીજો કોઈ મોકો મળવાનો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.