Comments

ભારતની AI સંચાલિત ક્રાંતિ નાગરિકોના જીવનમાં મોટો બદલાવ લાવી રહી છે

મહારાષ્ટ્રના બારામતીમાં એક નાનો ખેડૂત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાથે કૃષિના નિયમો ફરીથી લખી રહ્યો છે. આ બધું એઆઈ દ્વારા સક્ષમ છે. આ માત્ર ભારતની એઆઈ-સંચાલિત ક્રાંતિની એક ઝલક છે, જ્યાં ટેકનોલોજી અને નવીનતા હવે માત્ર પ્રયોગશાળાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. ઘણી રીતે, આ ખેડૂતની વાર્તા ઘણા મોટા પરિવર્તનનું માઇક્રોકોઝમ છે.

દાયકાઓથી ભારત સોફ્ટવેરમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર રહ્યું છે, પણ હવે હાર્ડવેર ઉત્પાદનમાં પણ તે મોટી હરણફાળ ભરી રહ્યું છે.  આ વરસે ભારતની સૌપ્રથમ “મેક ઇન ઇન્ડિયા’ ચિપનો પ્રારંભ. સેમીકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ કરોડરજ્જુની રચના કરે છે, જ્યારે ડીપીઆઇ (DPI) ભારતની ટેક ક્રાંતિને આગળ ધપાવતા પ્રેરક બળ તરીકે કામ કરે છે. આ સંબંધમાં એક મહત્વપૂર્ણ પહેલ 18,000+ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (જીપીયુ) સાથે ભારતની કોમન કમ્પ્યુટ સુવિધા છે. કલાકના ₹100થી ઓછા ખર્ચે ઉપલબ્ધ આ પહેલ એ સુનિશ્ચિત કરશે કે અત્યાધુનિક સંશોધન સંશોધકો, સ્ટાર્ટઅપ્સ, શિક્ષણવિદો અને અન્ય હિતધારકો માટે સુલભ છે. આ પહેલ એઆઇ-આધારિત વ્યવસ્થાઓ વિકસાવવા માટે જીપીયુની સરળ સુલભતાને સક્ષમ બનાવશે, જેમાં પાયાનાં મોડલ્સ અને એપ્લિકેશન્સ સામેલ છે.

એઆઈ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે, બહુવિધ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે. આ મોડેલને હવે એઆઈ સાથે સુપરચાર્જ કરવામાં આવી રહ્યું છે, કારણ કે યુપીઆઈ અને ડિજિલોકર જેવા નાણાકીય અને શાસન પ્લેટફોર્મ, બુદ્ધિશાળી ઉકેલોને સંકલિત કરે છે. જી-20 શિખર સંમેલનમાં ભારતના ડીપીઆઈ માળખામાં વૈશ્વિક સ્તરે રસ જોવા મળ્યો હતો, જ્યાં વિવિધ દેશોએ આ મોડેલનું પુનરાવર્તન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જાપાને ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને પેટન્ટ આપી છે, જે તેની સ્કેલેબિલિટીનો પુરાવો છે. ભારતે મહાકુંભ 2025ની અવિરત કામગીરી માટે તેના ડીપીઆઈ અને એઆઈ-સંચાલિત મેનેજમેન્ટનો લાભ લીધો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો માનવ સમુદાય હતો.ડીપીઆઈનો લાભ લઈને, મહાકુંભ 2025 એ ટેક-સક્ષમ મેનેજમેન્ટ માટે વૈશ્વિક બેંચમાર્ક સ્થાપિત કર્યો છે, જે તેને વધુ સમાવિષ્ટ, કાર્યક્ષમ અને સુરક્ષિત બનાવે છે.

ભારતનું કાર્યબળ તેની ડિજિટલ ક્રાંતિના કેન્દ્રમાં છે. દેશ દર અઠવાડિયે એક ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી)નો ઉમેરો કરે છે, જે વૈશ્વિક સંશોધન અને વિકાસ અને ટેકનોલોજીકલ વિકાસ માટે પસંદગીના સ્થળ તરીકેની તેની સ્થિતિને મજબૂત કરે છે. જો કે, આ વૃદ્ધિને ટકાવી રાખવા માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં સતત રોકાણની જરૂર પડશે. સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 મુજબ એઆઈ, 5જી અને સેમિકન્ડક્ટર ડિઝાઇનને સમાવવા માટે યુનિવર્સિટી અભ્યાસક્રમમાં સુધારો કરીને આ પડકારનો સામનો કરી રહી છે.
લેખક ભારત સરકારના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી, રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી છે.

Most Popular

To Top