Vadodara

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ…

બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ કાર્યકમ યોજાયો

ભાજપના પ્રભારી ગોરધન ઝડપીયા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં

વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર 150 વિદ્યાર્થીઓ સાથે 40 ઓબીસી સમાજ ના અગ્રણીઓ ને સન્માનિત કરવામાં આવ્યા

વડોદરા શહેર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ, નેહરૂચાચા નગર, સયાજીપાર્ક સોસાયટી, આજવા રોડ ખાતે બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર 150 વિદ્યાર્થીઓ સાથે 40 ઓબીસી સમાજ ના અગ્રણીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી લાભો વિદ્યાર્થીઓને લાભ મળી રહે તે માટે ચાલો ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ તેવી પુસ્તિકા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માટે વિવિધ યોજનાઓ ની માર્ગદર્શિકા અને અભ્યાસ કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાય અને લાભો મળી રહે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓ ભાની ગણીને આગળ વધે સાથે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માં અડચણ ઊભી ન થાય તે માટે સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય સાથે વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરવાની રુચિ બની રહે અને વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે સાથે સમાજ ને પણ આગળ લઈ આવે તે હેતુથી આ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા, ભાજપ શહેર પ્રમુખ ડો.વિજય શાહ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ ભરતભાઇ સ્વામી, મહામંત્રી ચંદ્રકાન્ત ગજ્જર સહિત કાઉન્સિલરો અને બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સાથે સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

Most Popular

To Top