Vadodara

ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં પાર્થ પરીખની નિયમિત જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

પાર્કિંગ મામલે ઝઘડો થતાં વર્ષ 2023મા પાર્થ પરીખ તથા તેના સાથીદારો દ્વારા સચિન ઠક્કરની હત્યા કરવામાં આવી હતી


(પ્રતિનિધિ) વડોદરા તા.22

વર્ષ -2023 માં પાર્થ બાબુલ પરીખ અને ભાજપના કાર્યકર સચિન ઠક્કર વચ્ચે પાર્કિંગ બાબતે વિવાદ થયો હતો. જેમાં પાર્થ પરીખે પોતાના સાગરિતો સાથે ભાજપના કાર્યકર સચિન ઠક્કર પર જીવલેણ હૂમલો કર્યો હતો. જેમાં સચિન ઠક્કર બેભાન થઈ ગયો હતો અને હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. આ કેસમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પાર્થ પરીખ ની ધરપકડ કરવામાં આવી હતી જેમા ધરપકડ બાદથી કસ્ટડીમાં રહેલા પાર્થ પરીખ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ બાદ નિયમિત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરી ફગાવી દેવામાં આવી છે.


ગોત્રી પોલીસ સ્ટેશનમાં વર્ષ- 2023 માં નોધાયેલી એફ આઇ આર માં ભારતીય દંડ સંહિતા,1860 ની કલમ 302,307,325,114,120(બી),427 અને 34 તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં પાર્થ બાબુલ પરીખ કે જે પાર્થ પરીખ તરીકે ઓળખાય છે, તેણે પોતાના સાગરિતો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સચિન ઠક્કરની હત્યા કરી હતી. પાર્કિંગને લઇને ઉભા થયેલા વિવાદ હત્યા સુધી પહોંચી ગયો હતો. પાર્કિંગ વિવાદ અંગે સચિન ઠક્કર અને તેના મામાના દીકરા પ્રિતેશ ઠક્કર દ્વારા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ તા.25 ના રોજ પાર્થ પરીખે તેના સાથીઓ વાસિક અજમેરી અને વિકાસ લોહાણાને બોલાવી ભાજપ કાર્યકર સચિન ઠક્કર અને પ્રિતેશ ઠક્કર પર હૂમલો કર્યો હતો. આ લાકડીથી જીવલેણ હૂમલામાં સચિન ઠક્કર ગંભીર રીતે ઘવાયો હતો અને બનાવ સ્થળે જ બેભાન થઈ ગયો હતો તથા પ્રતિશ ઠક્કર પણ ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત સચિન ઠક્કર નું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નિપજ્યું હતું.

આ કેસમાં તા.28-07-2023 ના રોજ પાર્થ પરીખ અને વાસિક અજમેરી અને વિકાસ લોહાણાની ધરપકડ કરવામાં આવી હતી. પાર્થ બાબુલ પરીખ ત્યારથી કસ્ટડીમાં છે અને તેના વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ પછી નિયમિત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી.

જેમાં સરકાર તરફથી વકીલ દ્વારા અરજદાર સામે ગંભીર પ્રકારનો ગુનો હોય તથા અરજદારની ભૂમિકા અદાલત દ્વારા અગાઉના આદેશમાં કરવામાં આવી હોય સર્વોચ્ચ અદાલત દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું અને અરજી નં.19336 /2023 જેને કોર્ટે તા.06-11-2023ના રોજ ફગાવી દેવામાં આવી હતી. ત્યારે વધુ એકવાર અરજદારની નિયમિત જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

Most Popular

To Top