હાલોલ નગરપાલિકાની 15 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં નગરપાલિકા વિસ્તારના કુલ 9 વોર્ડની કુલ 36 બેઠકો પૈકી 21 બેઠકો ગત દિવસોમાં બિનહરીફ જાહેર થતાં બાકી રહેલી 15 બેઠકો માટે રવિવારના રોજ હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં 48.29 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 9 પૈકીના ના વોર્ડ નંબર 2,3 અને 5 માં ઉમેદવારોની આખી પેનલ બિનહરીફ જાહેર થતાં વોર્ડ નંબર 2, 3 અને 5 વોર્ડ સમરસ સમરસ જાહેર થયા હતા . અને આ ત્રણેય વોર્ડમાં ભાજપના 10 અને ભાજપ પ્રેરીત અપક્ષના 2 ઉમેદવાર મળી કુલ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે બાકીના અન્ય વોર્ડમાં પણ ભાજપના 9 ઉમેદવારો બિન હરિફ જાહેર થયા હતા .આમ કુલ 1 થી 9 વોર્ડની 36 બેઠકો પૈકી 21 ઉમેદવારો બિનહરીફ જાહેર હતા. જેને લઈને બાકી રહેલી વિવિધ વોર્ડની 15 બેઠકો માટે ચૂંટણી આજે સવારથી સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી .

જે અંતર્ગત આજે હાલોલ નગરપાલિકાના રહેલા બાકી રહેલા વોર્ડ નંબર 1, 4, 6, 7, 8, અને 9 ની કુલ 15 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના 15 ઉમેદવાર, આમ આદમી પાર્ટીના 3, કોંગ્રેસ 3 અને 5 અપક્ષ ઉમેદવારો મળી કુલ 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર 1 માં ભાજપના 2 અને અપક્ષના 2 ઉમેદવાર, વોર્ડ નંબર 4 માં ભાજપના 3 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવાર, વોર્ડ નંબર 6 માં ભાજપના 2 ઉમેદવાર કોંગ્રેસનો 1 ઉમેદવાર, વોર્ડ નંબર 7 માં ભાજપના 2 ઉમેદવારો અને અપક્ષના 2 ઉમેદવાર, વોર્ડ નંબર 8 માં ભાજપના 3 ઉમેદવાર અને કોંગ્રેસનો 1 ઉમેદવાર, અને વોર્ડ નંબર 9 માં ભાજપના 3 અને કોંગ્રેસનો 1 ઉમેદવાર મળી કુલ 26 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો હતો.
લોકશાહીની પ્રણાલી મુજબ હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં બાકી રહેલી 15 બેઠકોના આ તમામ વોર્ડમાં કુલ 15,857 પુરુષ મતદારો અને 15,060 સ્ત્રી મતદારો મળી કુલ 30,917 મતદારો હોવાનું જાણવા મળ્યું હતું .જેમાં આજે રવિવારે સવારે 7:00 કલાકથી સાંજે 6:00 વાગ્યા સુધીમાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સવારથી સાંજ સુધી મતદારોએ પોતાના મનગમતા ઉમેદવારના નામે મોહર મારી આ તમામ 26 ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું હતું. જેને લઇ આ તમામ 26 ઉમેદવારોનું ભાવી મત પેટીમાં સીલ થયું હતું જેમાં આજે રવિવારે સવારે 7:00 વાગ્યાથી લોકશાહીના મહાપર્વનો આરંભ થયો છે અને બાકી રહેલા તમામ વોર્ડ માટે થયેલ મતદાનની પ્રક્રિયામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં વહેલી સવારથી ધીમી ગતિએ પણ મક્કમ રીતે આરંભ થયેલ શાંતિપૂર્ણ મતદાન બાદ મતદાન પૂર્ણ થવાના સમય સુધીમાં એટલે કે સાંજે 6:00 વાગ્યા સુધીમાં નગરપાલિકાની 15 બેઠક માટે 26 ઉમેદવારો વચ્ચે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1,4, 6, 7, 8, અને 9 ના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના મનપસંદ ઉમેદવારને મત આપતા સાંજે 6:00 વાગ્યા સુધીમાં કુલ 48.29 ટકા જેટલું નીરસ મતદાન થયું હોવાની માહિતી વહીવટી તંત્ર પાસેથી આજે રવિવારે 07:00 વાગે જાણવા મળે છે .જેમાં આગામી તારીખ 18 મી ફેબ્રુઆરી 2025 ના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.
