વડોદરા : શિસ્ત અને સંયમને વરેલી ભારતીય જનતા પાર્ટી બે દાયકાથી ગુજરાત પર અને એક દાયકાથી દેશ પર જે ઍક હત્થું શાસન ભોગવી રહી છે.એ જ સત્તાનું પરિવર્તન ભાજપના જ સત્તાધિશો તેમનાં જ હાથે કરાવે તેવા કૃત્યો તેમના જ કાર્યકરો કરે છે. ઘર ફૂટે ઘર જાય જેવો ઘાટ સમાજ સામે ઊભો કરીને એક દિવસ પ્રજાનો વિશ્વાસ અને ભરોસો ગુમાવી દેશે
આવા જ એક શર્મસાર બનાવનો વીડિયો વાઇરલ થતાં ભાજપમાં જ ભડકો થયો હતો. વોર્ડ નંબર ૧૨માંથી ચૂંટાઈને આવેલા નગરસેવક મનીષ દિનકર પગારે રહે: બી,/૩, સુનીતા સોસાયટી, આર સી પટેલ એસ્ટેટ ની સામે, અકોટા રોડ)અને સ્મિત છગનભાઈ આરદેશણા (રહે:૭૦૧, સૂર્યકિરણ ફ્લેટ, બેંકર હોસ્પિટલ ની સામે, જુના પાદરા રોડ)પક્ષની ગરીમા ને બાજુ પર મૂકી ને બર્થ ડે મનાવી એ બર્થ ડે પણ કોઇ આમ નાગરિકની નઈ.
તરસાલીના નામચીન બુટલેગર મહેન્દ્ર રાજપુત ઉર્ફે બિલક્યાની મનાવી હતી. શહેર પોલીસે જે બુટલગરને અનેક વખત દારુની ગુનામાં પકડ્યો છે તેમજ હિસ્ટ્રી શીટર મહેન્દ્ર 3 વખત તો પાસા કાપી ચૂક્યો છે તેવા અસામાજિક તત્ત્વો સાથે નગરસેવકોના એવા તે કેવા ગાઢ સબંધ હતા કે સરેઆમ કેક કાપીને ભવ્ય ઉજવણી કરીને ઉતારવામાં આવેલ વિડીયો પણ વાયરલ કર્યો હતો. બુટલેગર અને અન્ય મિત્રો સાથે કેક કટિંગમાં ભાજપ યુવા મોરચા ના કાર્યકર અને વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલટેટીવ કમીટીના મેમ્બર સંતોષ તિવારીએ પણ મહાનુભાવ મહેન્દ્ર ને બર્થ ડેની શુભેચ્છા આપી હતી.
સમગ્ર બર્થડે પાર્ટીનો વિડીઓ ઉતારીને અંદરના જ મિત્રોએ વાયરલ કરી નાખતાં જ હોબાળો મચી ગયો હતો. રાજકીય મોરચે પણ ગરમાવો આવી ગયો હતો. નગરસેવકો અને બુટલેગર ને ગાઢ મિત્રતા બાબતે ચોતરફ તરેહ તરેહ ની ટીકાઓ સાંભળવા મળી હતી. માત્ર કાગળ પર દારૂબંધી ના બણગા ફુક્તી ભાજપ સરકારના રાજમાં સત્તાધિશો સાથે બુટલેગરોનો ગાઢ ઘરોબો જોઈને જ પ્રજા વિચારે છે કે આજ નું સુશાસન છે કે કુશાસન. જાહેરમા બૂટલેગરો ના ગુનાને વખોડી કાઢવા અને બંધ બારણે હાથ મીલાવી લેવાની બેવડી નીતી નિહાળીને નગરજનોને શરમ આવે છે પણ નગર સેવકોને નથી આવતી.
મનિષ પગારે-શહેર પ્રમુખે બર્થ ડે મુદ્દે પૂછવા ફોન કરતા રિસીવ જ ન કર્યો
બુટલેગરની બર્થડે બાબતે પૂછતાછ કરવા નગર સેવક મનીષ પગારે અને શહેર પ્રમુખ વિજય શાહ સાથે સંપર્ક કરતા જવાબ આપવાનું ટાળ્યું હોય તેમ ફોન જ રિસિવ કર્યો ન હતો.