ભરૂચ વિસ્તારમાં હાઈસ્પીડમાં જતી કારે રાહદારીને ટક્કર મારી,ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
CCTV ફૂટેજમાં કાર ચાલકે રોંગ સાઈડ જઈને રાહદારીને અડફેટે લીધો.
ભરૂચ,તા.5
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિફાથી મનુબર ચોકડી તરફ જતા માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે રાહદારીને ટક્કર મારી હતી. આ ઘટના નજીકના શોપિંગ કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.CCTV ફૂટેજમાં કાર ચાલકે રોંગ સાઈડ આવીને રાહદારીને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવીછે.અકસ્માતમાં રાહદારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણવધતું જાય છે. જેના કારણે ઘણા કારચાલકો મુખ્ય રસ્તાને બદલે શહેરના અંદરના માર્ગોનો ઉપયોગ કરે છે.આ સિટી રૂટ પર કારચાલકે ઝડપ જાળવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાનું મનાય છે. ઘટનાસ્થળે લોકો એકઠા થઇ ગયા હતા.પોલીસ વિભાગે કારનો નંબર મેળવીને ચાલકને પકડવાનો દૌર હાથ ધર્યો છે.આ ઘટના અકસ્માત બાબતે કાર ચાલકનાં નિવેદન લીધા બાદ બહાર આવે એવી શક્યતા છે.